નવસારીઃ નવસારીના બીલીમોરાના સરદાર માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં બનેલી એમોનિયા ગેસ લીકેજની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ગેસ લીકેજની ઘટનામાં આઈસ ફેક્ટરીના સંચાલકની બેદરકારી સામે આવી છે. આ મામલે વિગતો સામે આવી છે કે દેવસર ગ્રામ પંચાયતે પ્લાન શરુ ન કરવા અંગે નોટિસ આપી હતી. જોકે, સંચાલકે કથિત રીતે નોટિસની અવગણના કરી હોવાનું ખુલ્યું છે. નિયમો નેવે મૂકવામાં આવ્યા હોવાથી સ્થાનિક રહીશો માટે જીવનું જોખમ ઉભું થયું હતું.
બીલીમોરાની હરસિધ્ધિ આઈસ ફેક્ટરીના સંચાલકોને ગ્રામ પંચાયતના અધિકારીઓની હાજરીમાં પ્લાન શરુ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
નેતાના ઘરે નગ્ન અવસ્થામાં મહિલા પહોંચી, વીડિયો વાયરલ
આઈસ ફેક્ટરીએ નોટિસની અવગણના કરી
આઈસ ફેક્ટરી સાફ-સફાઈ માટે ખોલવામાં આવી હતી ત્યારે એમોનિયા ગેસ લીકેજની ઘટના બની હતી. ગ્રામ પંચાયતની નોટિસની અવગણના કરીને નિયમો નેવે મુકાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ગેસ લીકેજની ઘટનામાં 40થી વધુ લોકોને અસર થઈ હતી અને એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
શું બની હતી ઘટના?
એમોનિયા ગેસ લીકેજની ઘટનામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે કોણ જવાબદાર બનતું તે અંગે અને આ પ્રકારની મનમાની ફેક્ટરી સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે તે અંગે સવાલો થઈ રહ્યા છે. મહત્વનું છે કે આઈસ ફેક્ટરીની નજીકમાં જ રહેણાક વિસ્તાર આવેલો છે જેથી ગુરુવારે મોડી રાત્રે એંમોનિયા ગેસ લીકેજની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજમાં ખુલાસો
ફેક્ટરી સંચાલકની બેદરકારી સામે આવી
નોટિસની અવગણના કરી ફેક્ટરી ફરી શરૂ કરી !#Gujarat #navsari pic.twitter.com/yN4LWSRKwu— News18Gujarati (@News18Guj) February 4, 2023
આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાના કારણે લીકેજનો બનાવ બન્યો હતો. ગુરુવારે રાત્રે 1 વાગ્યાના અરસામાં ગેસ લીકેજની ઘટના બની હતી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા ઘટનાની જાણ થઈ હતી. આ પછી ફાયર બ્રિગેડ, પોલીસ સહિત આરોગ્ય વિભાગની અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરુરી કાર્યવાહી કરીને ગેસ લીકેજને એટકાવીને જરુરી પગલા ભર્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર