Aarti Machhi, Bharuch: સુરતનાં માંડવીના તરસાડા (બાર) યુવાન પ્રગતિશીલ 33 વર્ષીય ખેડૂત મેહુલકુમાર પ્રતાપસિંહ મહીડાએ એક હેક્ટર દીઠ 228.140 મેટ્રિક ટન શેરડી પકવી છે.શેરડી ઉત્પાદનમાં મોખરે રહ્યાં હતાં અને કેવડીયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની સાધારણ સભામાં મેહુલકુમાર મહિડાને સ્વ.ડો.દયારામભાઈ પટેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
માંડવીના તરસાડા(બાર)ના ખેડૂત મેહુલકુમાર મહીડાની ઉંમર હાલ 33 વર્ષ છે. મેહુલ મહિડાએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા 10 થી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. ખેડૂત ખેતીમાં શેરડી અને શાકભાજીનું વાવેતર કરે છે.
40 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર
ખેડૂત મેહુલકુમાર મહીડા પાસે 40 વીઘા જમીન છે. તેમજ 20 વીઘા જમીન પણ ગણોતે કરીને ટોટલ 60 વીઘા જમીનમાં ખેતી કરે છે.તેમાંથી ખેડૂત 40 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કરે છે. 40 વીઘામાં તે નવું રોપાણ, લામ શેરડી, શેરડી કાઢયા બાદ બનાવે છે.
ખેડૂત 50% રાસાયણિક ખાતર અને 50% લીલો પડવાસનો ઉપયોગ કરે છે
ખેડૂત શેરડીના પાકમાં છાણીયું ખાતર,લીલો પડવાસનો વપરાશ કરે છે. ખેડૂત 50% રાસાયણિક ખાતર અને 50% લીલો પડવાસનો વપરાશ કરે છે. ખેડૂતે વર્ષ 2022 માં સપ્ટેમ્બર મહિનામાં શેરડીનું વાવેતર કર્યું હતું. તેને 14થી 16 મહિનાનો સમય લાગે છે. જાન્યુઆરીમાં તેનું કટિંગ કરવામાં આવ્યું છે. બારડોલી સુગરમાં તેઓને એક ટનનો 3200 રૂપિયા ભાવ મળે છે. ખેડૂત 1 હેક્ટર દીઠ 228 ટન ઉત્પાદન મેળવે છે.
મેહુલકુમાર મહિડાને સ્વ.ડો.દયારામભાઈ પટેલ એવોર્ડ એનાયત
ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા કેવડીયા ખાતે વાર્ષિક સાધારણ સભા મળી હતી.જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા,સંઘના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલ, બારડોલી સુગરના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ સહીત તમામ સુગરના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં માંડવીના તરસાડા(બાર) યુવાન પ્રગતિશીલ 33 વર્ષીય ખેડૂત મેહુલકુમાર પ્રતાપસિંહ મહીડાએ એક હેક્ટર દીઠ 228.140 મેટ્રિક ટન શેરડી પકવી હતી.
શેરડી ઉત્પાદનમાં મોખરે રહેતા ગત તા-25મી જાન્યુઆરી-2023ના રોજ કેવડીયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની સાધારણ સભામાં મેહુલકુમાર મહિડાને સ્વ.ડો.દયારામભાઈ પટેલ એવોર્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત થયો હતો.
યુવાન અને સાહસી ખેડૂત મેહુલકુમાર મહીડા વર્ષે દહાડે લગભગ 40 વીઘા શેરડી બનાવીને પાક મેળવે છે.જેમાં શેરડીનું વધારે ઉત્પાદન મેળવવામાં વર્ષોથી સિંહફાળો રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર