Aarti Machhi, Bharuch: ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે. કાચબાની પીઠ પર સવાર થઈ ભૃગુઋષિએ ભૃગુ કચ્છ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી. ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં શહેરના મધ્યમાં આવેલ રતન તળાવમાં અત્યંત દુર્લભ પ્રજાપતિના કાચબાઓ જોવા મળે છે.
રતન તળાવના દુર્લભ કાચબાઓ આજે જીવન માટે ઝઝુમી રહ્યાં છે, તળાવની આવી છે દુર્દશા, જૂઓ Video
ભરૂચના રતન તળાવમાં 250થી 300 વર્ષના કાચબાઓ
રતન તળાવમાં 250થી 300 વર્ષના કાચબા વસવાટ કરે છે. સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં. પરંતુ તળાવ દૂષિત થતા અનેક કાચબાઓનું મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું છે.
રૂપિયા ત્રણ કરોડની ગ્રાન્ટ મંજુર કરાઇ, પરંતુ કામગીરી નહી
શિડયુલ-1મા આવતા કાચબાઓના જતન માટે વિવિધ યોજનાઓ થકી તળાવના શુદ્ધિકરણ માટે કામગીરી કરવામાં આવી હતી.
હાલ સુધીમાં ત્રણ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે અને બ્યુટીફીકેશન માટે ખર્ચ પણ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.પણ કામગીરી શરૂ ક્યારે થઈ અને પૂર્ણ કરે થઈ તે કોઈને ખબર નથી.
કાચબા અને જળચર પ્રાણીઓ માટે એક સમયે ઓક્સિઝન મુકાયા હતા
હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિઝન મુકવામાં આવ્યા હતા જે ઓક્સિઝન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે. તે પણ કોઈને ખબર નથી કાચબાઓનું ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા. આજે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.
News18ગુજરાતી
વિવિધ યોજના અંતર્ગત અગાઉ ત્રણ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ હતી
વિવિધ યોજનાઓ થકી તળાવના શુદ્ધિકરણ માટે કામગીરી કરવામાં આવી હતી. હાલ સુધીમાં ત્રણ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે અને બ્યુટીફીકેશન માટે ખર્ચ પણ કરવામાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જો હજી પણ તંત્ર દ્વારા યોગ્ય માવજત કરવામાં આવે તો રતન તળાવમાં રહેતા કાચબાઓ અસ્તિત્વ ટકાવી શકાય તેમ છે.અત્યંત દૂષિત પાણીમાં વસતા કાચબાઓને તળાવના શુદ્ધિકરણ હેઠળ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તળાવની સુંદરતા વધે તેમ છે.સાથે નવી પેઢીના બાળકો આ ઐતિહાસિક કાચબાઓ અંગે જાણી સમજી શકે જે દિશામાં પણ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર