Aarti Machhi, Bharuch : વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ પૂરી પાડતી યુપીએલ લિમિટેડને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનાં હસ્તે અંકલેશ્વર, ગુજરાત ખાતેનાં યુનિટ ટુને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતેનાં યુનિટ ટુ એ કૃષિ ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ માટેનાં અતુલનીય પ્રદાન બદલ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
કંપનીઓને પ્રોત્સાહન માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ
ઊર્જા સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ દ્વારા કરવામાં આવતા પ્રશંસનીય પ્રયત્નોની કદર તરીકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ આપવામાં આવે છે.આ કાર્યક્રમનું આયોજન ઊર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એઆઇ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાના વિકાસ ગર્ગ અને યુપીએલ યુનિટ 2 ના હેડ દિપક કુમાર ગર્ગ એ યુપીએલનું પ્રતનિધિત્વ કર્યું હતું અને એવોર્ડ સ્વીકાર્યો હતો.
યુપીએલના ગ્લોબલ હેડ રાજ તિવારીએ જણાવ્યું હતું કે, આ પ્રતિષ્ઠીત એવોર્ડ સ્વીકારવા બદલ અમે આનંદ અને નમ્રતાની લાગણી અનુભવીએ છીએ. આ એવોર્ડ ઊર્જા સંરક્ષણ અને કાર્યક્ષમ ઊર્જા વપરાશને પ્રોત્સાહન આપવાનાં અમારા નિરંતર પ્રયત્નોનું પ્રમાણ છે. અમે કેમિકલ સેક્ટરમાં અમારી કામગીરી ચાલુ રાખવા માટે પ્રતિબધ્ધ છીએ. આ એવોર્ડ અમને કૃષિ ક્ષેત્રમાં સાતત્યતાને પુનઃવ્યાખ્યાયિત કરવાનાં અમારા મિશનને વધુ મજબૂત કરવા અને ખેડૂતો તથા પૃથ્વી પ્રત્યેની અમારી જવાબદારીને પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
News18ગુજરાતી
ઊર્જા સંરક્ષણની દિશામાં યુપીએલએ અનેક પગલા ભર્યા
ઊર્જા સંરક્ષણની દિશામાં યુપીએલના યુનિટ ટુ દ્વારા લેવામાં આવેલાં કેટલાંક પગલાંઓમાં AFR (એડવાન્સ ફ્લો રિએક્ટર ટેકનોલોજી)નો ઉપયોગ, સ્પિન ફ્લેશ ડ્રાયર (SFD) હીટ ઇન્ટીગ્રેશન વીથ કુલિંગ વોટર એન્ડ હીટ, પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ (PRV)ની જગ્યાએ બ્લેક પ્રેશર ટર્બાઇન ઇન્સ્ટોલેશન, એનર્જી એફિશિયન્ટ કુલિંગ ટાવર ફેન્સ, આરઓ પ્રોજેક્ટ માટે મિકેનિકલ વેપોર રીકમ્પ્રેશન સિસ્ટમ, એબ્સોર્પ્શન બેઝ્ડ સ્ટીમ પમ્પ દ્વારા લો-ગ્રેડ હીટ યુટિલાઇઝેશન, કમ્પ્રેસર વેસ્ટ હીટ સાથે સ્પિન ફ્લેશ ડ્રાયર હીટ ઇન્ટીગ્રેશન દ્વારા સ્ટીમ રીડક્શનનો સમાવેશ થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર