Explore

Search
Close this search box.

Search

December 13, 2024 5:44 am

LATEST NEWS
Lifestyle

Gold-Silver rate in Surat Today :ચાંદીમાં બે દિવસ તેજી બાદ આજે કડાકો, સોનાનાં આટલા ભાવ

Facebook
Twitter
WhatsApp
Email

Mehali tailor,surat: શેરબજાર બાદ સોનાના ભાવમાં પણ થોડો ઘણો ઉતાર ચઢાવ જોવા મળે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જ જોવા મળી રહ્યો છે.આજે સોનાના ભાવમાં 24 કેરેટ અને 22 ભાવ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર રહ્યા છે.  સુરતમાં સોમવારથી 24 કેરેટના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.24 કેરેટના ભાવ 59400 જોવા મળી રહ્યા છે.બજેટ બાદ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો.પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સોનાના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્થિર રહેતા ભાવમાં પણ સ્થિરતા જોવા મળી હતી.

સુરતમાં 22 કેરેટમાં સોનાના ભાવમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સ્થિરતા જોવા મળી રહી છે.એ પેહલા પણ 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયા.નો જ વધારો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કેરેટના ભાવમાં સ્થિરતા જોવા મળતા 22 કેરેટના ભાવ પણ સ્થિર રહ્યા છે.22 કેરેટના ભાવ આજે પણ 51700 જ રહ્યા છે

આજે ચાંદી કેટલી પહોંચી છે?

ચાંદીનો ભાવ પણ આજે ઘટીને રૂપિયા 76400 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે.પરંતુ આજે ચાંદીના ભાવમાં 900 રૂપિયા ઘટાડો જોવા મળ્યો છે.

સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે.

સોનાના ભાવમાં રહી શકે છે તેજીજો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી આ લેવલ પર પહોંચી શકે છે. આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Tarkhat
Author: Tarkhat

Leave a Comment