Surat: કળયુગમાં જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ વધુ કરી રહ્યા છે ત્યારે દેશના ભાવિ એવા આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂળ ઉજાગર થાઈ અને ભવિષ્યમાં સંસ્કૃતિનું જતન થાય એ માટે સુરત શહેરમાં માત્ર 11 વર્ષની ભાવિકાએ રામાયણના મૂલ્યોને સમજી 108 વિડીયો બનાવ્યા છે. જેને લાખો લોકોએ નિહાળ્યા છે.
રામાયણની કથા ખરેખર શું કહેવા માંગે છે તે અંગે 108 ‘અમૂલ્ય મોતી’ નામના વીડિયો બનાવ્યા છે
પ્રાચીન ભારતમાં જયારે મંદિરોમાં શિક્ષણ આપવામાં આવતું હતું તે સમયે શિક્ષણ ધર્મ ઉપર આધારિત હતું અને શિક્ષણના અભ્યાસક્રમમાં ધર્મગ્રંથોનો સમાવેશ ફરજિયાત હતો. જેને કારણે તે સમયે બાળકો ધાર્મિક રીતે આગળ હતા એટલે કે ધર્મના રૂપે નૈતિક મૂલ્યોની સમજી તેનું આચરણ કરતા હતા.
જો કે આજના સમયમાં બાળકો કશે ને કશે ધાર્મિકતા થી દૂર થઈ રહ્યા છે. દરેક તહેવારોની ઉજાણીમાં વેસ્ટર્ન કલ્ચરની છાંટ જોવા મળી રહી છે. અને તેના કારણે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો ધીરે ધીરે વિસરાઈ પણ રહ્યા છે.ત્યારે આવા સમયે રામાયણની કથા ખરેખર શું કહેવા માંગે છે તે અંગે 108 અમૂલ્ય મોતી નામના વીડિયો ભાવિકા માહેશ્વરીએ બનાવ્યા છે.
લોકડાઉનમાં રામાયણ વાંચ્યા બાદ વિડીયોની સીરીઝ બનાવી
ઘણા લોકો રામાયણ વાંચ્યું હોવા છતાં તેને સમજી શકતા નથી. કારણ કે રામાયણ કે માત્ર ધાર્મિક પુસ્તક જ નથી પરંતુ નીતિ, સામાજીક શાંતિ, વ્યક્તિગત ચારિત્ર્ય અને સમૃદ્ધિની કથા છે. તેમાં બધા પાત્રો એ પોતાના આચરણથી સમગ્ર વિશ્વને વ્યવહારુ જ્ઞાન આપ્યું છે. માત્ર 11 વર્ષની ઉંમરે ભાવિકાનું ધાર્મિક વિષયમાં ઊંડુ જ્ઞાન જોઈને વડીલો પણ આશ્ચર્યચકિત છે. એક મહિનામાં તૈયાર કરાયેલા આ વિડીયો હાલ લાખો લોકોને દીવાદાંડી રૂપ બની રહ્યા છે. લોકડાઉનના સમયગાળામાં ભાવિકા એ આખું રામાયણ વાંચ્યું હતું અને તેના વિડીયોની સીરીઝ બનાવી હતી. એટલું જ નહીં પોતે હજી બાળક હોવા છતાં તેને સોશિયલ મીડિયા પર બાળકોની જવાબદારી વિશે પણ વિડીયો બનાવ્યા છે.
News18ગુજરાતી
ભવિષ્યમાં સ્પિરિચ્યુઅલ લીડર બનવા માંગે છે
ભાવિકાના પિતા રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, હાલ ભાવિકા 14 વર્ષની છે. તેના દાદા-દાદી અને નાના-નાની ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જેથી પહેલેથી જ તે પણ ધાર્મિક છે. લોકડાઉનના સમયે જ્યારે ટેલિવિઝન પર રામાયણ ખૂબ પ્રચલિત થયું તે જોઈને તેને વિચાર આવ્યો હતો કે રામાયણ જે મેસેજ આપવા માંગે છે તેની પર તેણે કામ કરવું જોઈએ. જેથી તેણે વિડીયો બનાવ્યા છે. અનેક કથાઓ પણ તેણે કરી છે અને લોકોના રિસ્પોન્સ જોઈને તેને હજી આગળ વધવાની પ્રેરણા મળી રહી છે. તે દરરોજ 2-3 કલાક આ વિષયમાં ફાળવે છે અને સ્પિરિચ્યુઅલ લીડર તરીકે કરિયર બનાવવા માંગે છે. તે રામકથા પણ કરે છે અને કથાઓ કરીને અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે 52 લાખનું દાન પણ કર્યુ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર