Explore

Search
Close this search box.

Search

December 12, 2024 9:06 pm

LATEST NEWS
Lifestyle

Amreli: ઓહોહો….. 1.50 કરોડ આંબાની કલમનું વેચાણ, કરોડોમાં છે કમાણી

Facebook
Twitter
WhatsApp
Email

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં 30 જેટલી નર્સરી આવેલી છે. અહીંથી આંબાની કમલો વેંચાવમાં આવે છે. નર્સરીમાંથી 1.50 કરોડ કલમનું વેંચાણ કરવામાં આવે છે. રકમ 100 કરોડ રૂપિયા કરતા વધુની કમાણી થઇ રહી છે. અમરેલી જિલ્લામાં વિવિધ બાગાયત પાકની ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં 8500 હેકટર જમીનમાં આંબાનું વાવેતર છે અને નર્સરી આવેલી છે. દર વર્ષે 300 હેકટરમાં આંબાનું વાવેતર ખેડૂતો કરી રહ્યાં છે.

ગુજરાત બહાર કલમો જાય છે

બાગાયતી અધિકારી જે.ડી.વાળાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં કેસર કેરીની કલમો તૈયાર કરવામાં આવે છે. જિલ્લામાં 30 જેટલી શ્રેષ્ઠ નર્સરી આવેલી છે. સાવરકુંડલામાં ઠવી વીરડી, ખિસરી સહિતના વિસ્તારમાં નર્સરીથી કમાણી કરે છે. છેલ્લા 3 વર્ષ થી અમરેલીથી અન્ય રાજ્યમાં આંબાની કલમની નિકાસ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કેસર આંબાની કલમની નિકાસ કરવામાં આવે છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

એક ખેડૂતે પાંચ લાખ કલમ વેંચી

સાવરકુંડલાના ઠવી ગામમાં હિતેશભાઇ કાછડિયા કલમ વેચે છે. તેમણે પાંચ લાખ કરતા વધુ કમલનું વેંચાણ કર્યું છે.ખેડૂતો જાતે ખેતરમાં કેસર કેરીની કલમ બનાવે છે અને જે 3 માસ થી 1 વર્ષ સુધીની કલમ તૈયાર કરે છે. કલમનો ભાવ 100 થી 1500 રૂપિયા સુધીનો મળે છે.કરોડો રૂપિયાનો કલમ વેંચાણ કર્યું છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Tarkhat
Author: Tarkhat

Leave a Comment