Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકો તુવેરનું ઉત્પાદન કરતા વિસ્તારો માનવામાં આવે છે. આ વિસ્તારમાં ચોમાસા આધારિત તુવેરનો પાક મોટી માત્રામાં કરવામાં આવે છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ વિસ્તારમાં પણ શ્રાવણી તુવેરની મોટા પાયે ખેતી કરવામાં આવે છે.
શુકલતીર્થ ગામના તળાવની પાળ વિસ્તારમાં રહેતા મંગુભાઈ ગીરધર પટેલ છેલ્લા 20થી 25 વર્ષથી ગણોતથી ખેતી કરે છે. ખેડૂત દ્વારા ગામની સીમમાં આવેલા એક વીઘા જમીનમાં શ્રાવણી તુવેરની વાવણી કરવામાં આવે છે.
ખેડૂત દ્વારા તુવેર વાવણીમાં અનોખી તરકીબ
ખેડૂતની ખાસ વિશેષતા એ છે કે તેઓ એક વીઘા જમીનમાં તુવેરની ઓરવાને બદલે તુણીને વાવણી કરે છે. જેનાથી 1 કિલો વાવેતરમાં બમણું ઉત્પાદ મળતું હોવાની ધારણ છે.
જ્યારે ઓરવાથી 3થી 4 કિલો તુવેરનું બિયારણ જતું હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે.જેથી તેઓ તુણીને જ વાવેતર કરે છે અને સામે લીલી તુવેરને બાદ કરતાં 1 કિલોમાંથી 2 કે 3 કવિન્ટલનો ઉતારો મળતો હોવાનું જણાવ્યું હતું.
સૂકી તુવેર દાળ અને બાકળા ખાવા માટે ઉપયોગ
તુવેરના ખેતરમાં ઉભો પાક જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને કાપીને સુકવ્યા બાદ તુવેર સુકાઈ જાય તો તેને એક લાકડા પર ઝુડીને એકત્રિત કરવામાં આવે છે અને તેની સાફ-સફાઈ બાદ તુવેરની દાળ કે બાકળા ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
News18ગુજરાતી
1 કિલો બિયારણમાં 2થી 3 કવિન્ટલ ઉત્પાદન
ફક્ત 1 કિલો એટલે કે 250 રૂપિયાના બિયારણમાં 2થી 3 કવિન્ટલ લીલી તુવેર અને સૂકી તુવેર મળી લગભગ 5 કવિન્ટલથી વધુ તુવેરનું પાક નીકળતો હોવાનું અનુમાન ખેડૂત સેવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર