Aarti Machhi, Bharuch: નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ પ્રસંગે નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.
સભા, આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન
નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર આવેલ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભકતોની આસ્થા અને શ્રદ્ધાનું અનેરું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ રહેલું છે. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક સહિત ધાર્મિક પ્રવૃતિઓનું કેન્દ્ર છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જીવો ઉપર કેવળ કૃપા કરી ઇ. સ. 1837માં પ્રગટ થયા હતા અને મુમુક્ષુ જીવોને પોતાના તરફ ખેંચ્યા હતા.
નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર આવેલ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે 26 જાન્યુઆરીના રોજ 27માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે સાંજે ચાર કલાકથી સાત કલાક દરમિયાન સભા યોજાશે. ત્યારબાદ આરતી કરવામાં આવશે. મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદીનો લાભ લેવા માટે ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પ્રેમ સ્વરૂપ સ્વામી સહિત અનેક વડીલો, સંતો ખાસ ઉપસ્થિત રહેશે
પ. પૂ. ભકિતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, નેત્રંગ મંદિર ભક્તિધામના પાટોત્સવનું દર વર્ષે 9મી ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવતું હતું. તેને 27 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે 26 જાન્યુઆરીના રોજ યોજાશે. કારણ કે તે દિવસે હરિધામના અનુયાયીઓને અને સેવકો શિબિર માટે જવાના છે.
News18ગુજરાતી
26 જાન્યુઆરીએ વસંત પંચમી હોય આ શુભ દિવસે પાટોત્સવનું આયોજન હાથ ધરાયું છે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પણ હોય સવારના સમયે મહાપુજા સહિત મૂર્તિઓનું પૂજન અર્જનનો કાર્યક્રમ યોજાશે. સંજના ચારથી સાત દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેના માટે ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રેમ સ્વરૂપ સ્વામી સહિત અનેક વડીલો, સંતો ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર