Aarti Machhi, Bharuch: ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવ ક્ષણ આવી છે. ગૌરવની ક્ષણ એટલા માટે કે, સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-2022 માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ પામ્યા છે.
સરદાર પટેલનાં કથનને સાર્થક કર્યું
દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સનદી કર્મચારીઓ માટે કહ્યું હતું કે \“તમે ભારતીય સેવાઓમાં પાયા સમાન છો. આ સેવાનું ભાવિ તમારા ચારિત્ર્ય અને ક્ષમતાઓ દ્વારા તમારા દ્વારા નખાયેલા પાયા અને પરંપરાઓ પર નિર્ભર રહેશે. આ અવતરણ ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. તુષાર સુમેરાએ સાચા અર્થમાં સાબિત થઈ છે. તેમણે સાચા અર્થમાં સુશાસન થકી જન જન સુધી સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરીકોને ઘેર ઘેર પહોચાડ્યા છે.
News18ગુજરાતી
કેમ થઈ શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં સમાવેશ થયો તેની ઝાંખી
તુષાર સુમેરાની કારર્કિદીની શરૂઆત
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી 2012 બેચના અધિકારી ડો. તુષાર સુમેરાનું જીવન ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે. તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને આવરી લીધા છે.
આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.
વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી
ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે જૂન 2022માં ‘માય લિવેબલ ભરૂચ’ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર