મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે, વિષ્ણુ સસીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો જ્યારે અંજલી ઠાકુરે 43મો, અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2023ની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જે UPSCની પરીક્ષામાં કુલ 1016 ઉમેદવારો પાસ થયા છે. જનરલ કેટગરીમાં 347, EWSમાં 115 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડીયામાં ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારોએ પોતાનું સ્થાન બનાવ્યું છે
સફળ થયેલ ઉમેદવારો SPIPAના વિદ્યાર્થીઓ છે,
આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના 25 ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં પસંદગી પામ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી.