2024
Lok Sabha Elections 2024 : ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા સુરત બેઠક પર ભાજપે ઈતિહાસ સર્જ્યો છે. આ બેઠક પરથી કુલ આઠ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતની સુરત બેઠકના મુકેશ દલાલ સહિત કુલ 29 સાંસદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં કોંગ્રેસના 20 સાંસદોનો પણ સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણીમાં બિનહરીફની સ્થિતિ?
લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી 29 સાંસદો બિનહરીફ ચૂંટાયા છે.
પ્રથમ અને બીજી સામાન્ય ચૂંટણીમાં પાંચ સાંસદો બિનહરીફ ચૂંટાયા હતા.
1967ની ચોથી સામાન્ય ચૂંટણીમાં પણ પાંચ સાંસદો બિનહરીફ ચૂંટાયા હતા.
અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાંથી સૌથી વધુ ચાર સાંસદો બિનહરીફ ચૂંટાયા છે.
ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આસામ સહિત સાત રાજ્યોમાં બે-બે સાંસદો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે.
સૌથી વધુ સિક્કિમ અને શ્રીનગરમાં બે-બે વખત ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.