ગ્લોબલ વોર્મિંગ ની 25 વર્ષો થી અપાતી બધી વોર્નિંગ સાચી પડતી જણાય છે ?
અગાસી ની ઠંડક મા સુઈ ને ઉનાળા ને માત દેતો માણસ કુદરતી AC પડતા મુકી, તેજ અગાસી મા A .C. ના મશીન મુકી પોતાના બેડરૂમ મા સુતો થયો,
જાણે માં નો ખોળો મુકી બાળક ભાગી ગ્યું હોય અને મા પ્રક્રુતિ વિહવળ થઇ ગઈ હોય એવુ પ્રતીત થાય છે.
આ વર્ષે દૂરદર્શન અને અન્ય સંસ્થાઓ દ્વારા કરાયેલા સર્વે મા જાણવા મળ્યું કે જ્યારે કુદરતી તાપમાન 44° હતું ત્યારે વૃક્ષ નીચે તાપમાન 25°,
સિમેન્ટ ના બાંધકામો મા 55°-57° ,
ડામર ના રસ્તા પર તાપમાન 65° અને સૌથી વધુ
RCC રસ્તાઓ પર 72° જોવા મળ્યું હતું.
શુ આ બધું કારણભૂત હશે ? શુ આ વૃક્ષો ના ભોગે વિસ્તાર પામતા રસ્તાઓ, શહેરો, અને ઉદ્યોગો ને કારણે હશે ?
કે દિવસ રાત આડેધડ પાણી વાપરવા જે ડાર પાડી ભુજળ ખેંચી લીધું છે અને ૧૧૦૦-૧૫૦૦ ફૂટ ઊંડે સુધી ધરતી માંથી પાતાળ જળ ખાલી થયા ના પરિણામો છે ?
છે વિજ્ઞાન પાસે આના જવાબો કે ઉકેલ ?