કટોકટીનું મુખ્ય કારણ :
બાંગ્લાદેશમાં સિવિલ સર્વિસની ભૂમિકાઓ માટે ક્વોટા સિસ્ટમની પુનઃસ્થાપના બાદ હિંસક વિરોધ ફાટી નીકળ્યો .
વિરોધીઓ દ્વારા ચૂંટણી સુધારણા અને અશાંતિના પીડિતો માટે ન્યાયની માંગણી .
અવિરત પ્રદર્શનોએ વડા પ્રધાન શેખ હસીનાને તેમનું પદ છોડી દેશ છોડીને ભાગી જવાની ફરજ પાડી.
કટોકટીની અસરો :
400 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, 8,000 ની ધરપકડ કરવામાં આવી છે અને હજારો અન્ય લોકો ઘાયલ થયા .
અહેવાલો મુજબ વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓની સાથે વડા પ્રધાનના નિવાસસ્થાન અને કાર્યાલયમાં વ્યાપક લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ બની .
સૌથી વધુ અસરગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને રોહિંગ્યા શરણાર્થીઓનો સમાવેશ .
ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી (IRC)ને કેટલાક આવશ્યક કાર્યક્રમો સ્થગિત કરવાની ફરજ પડી.
માનવતાવાદી કામદારો અને કાયદા અમલીકરણના અભાવે ડે-લાઇટ ગોળીબાર, છેડતી, બળજબરીથી બહાર કાઢવા, ચોરી અને અપહરણમાં વધારો થયો .
ભારતની સરહદો પર નિયંત્રણ કડક .
બાંગ્લાદેશમાં ઉથલપાથલની ભારતીય કંપનીઓને માઠી અસર . તેમાં બેયર કોર્પ, જીસીપીએલ, બ્રિટાનિયા, વિકાસ લાઇફકેર, ડાબર, એશિયન પેઇન્ટ્સ, પિડિલાઇટ, જુબિલન્ટ ફૂડવર્કસ અને બજાજ ઓટોનો સમાવેશ .
ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ સેક્ટર પર વધુ અસરો .
ભારત માટે હકારાત્મક અસરો :
આ કટોકટી ભારતીય કાપડ અને કપડા ઉત્પાદકો માટે તેમનો બજારહિસ્સો વધારવાની તકો રજૂ કરે છે.
ગોકલદાસ એક્સપોર્ટ્સ, કેપીઆર મિલ, અરવિંદ લિમિટેડ, એસપી એપેરલ્સ, સેન્ચ્યુરી એન્કા, કાઈટેક્સ ગાર્મેન્ટ્સ અને નાહર સ્પિનિંગ જેવી કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો છે, જે બજારમાં હકારાત્મક પરિવર્તન દર્શાવે છે.