Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:25 pm

LATEST NEWS
Lifestyle

Pingal Janmotsav-23 ભવ્ય ડાયરો, નગરયાત્રા, ચરણપાદુકા સ્થાપન | ભીખુદાન, જીતુદાદ,અનુભા,સુખદેવભા,હરેનારણ

Pingal Janmotsav-23 ભવ્ય ડાયરો,નાગરયાત્રા,ચરણપાદુકા સ્થાપન ભીખુદાન, જીતુદાદ,અનુભા,સુખદેવભા,હરેનારણ
Facebook
Twitter
WhatsApp
Email

જય ગુરુદેવ

૧૯૯૮ની સાલમાં ગામ શેઢાવદર, તા. જિ. ભાવનગર મુકામે ઉગમ ફોજનો ભજન સતસંગનો કાર્યક્રમ હતો. બાંદરાથી ભલારામબાપા, ગોંડલથી લાભુદાદા અને ભેડા પીપળિયાથી જયંતીબાપા (દેવારામબાપા કામ સબબ આવી ન શક્તા) સતસંગ મંડળ સાથે પધારેલા.

કાર્યક્રમ પૂર્ણ થતાં ઉગમ ફોજના ધરોહર પરમ શ્રદ્ધેય પૂજ્ય લાભુદાદાએ ગામના ભાઇઓને બોલાવીને કહ્યું કે, ‘આ ગામ તો પિંગળશીભાઈ ગઢવીનું ગામ ગણાય. તો એ મહાપુરુષ કવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા અહીં રહેતા હતા. એની કંઇ નિશાનીઓ છે ખરી?’

તરત જ ગામના આગેવાનોએ જેના ઘરે સતસંગ હતો એના ઘરની આગળ જ ઉત્તર દિશામાં આવેલ નાનકડા ખેતરમાં આંબાના ઝાડ હેઠળ એક તૂટ્યો ફાટ્યો ઓટલો બતાવ્યો. અહીં પિંગળશીભાઈ ગઢવીની ચરણ પાદુકા હતી. સંતગણે જોયું તો જે જગ્યાએ પિંગળશીભાઈ ગઢવીના ફૂલ પધરાવ્યા છે એ ઓટલાની જાળવણીના અભાવે તે ભાંગી ગયો છે ને ચરણપાદુકાની પણ દુર્દશા છે.

પછી પૂજ્ય શ્રી લાભુદાદા, પૂજ્ય શ્રી ભલારામબાપા અને પૂજ્ય શ્રી દેવારામબાપાએ ભાઈઓને ઓટલો સારો કરાવી ચરણપાદુકાની મર્યાદા જળવાય એ રીતે સમારકામ થાય તો કરવાની વાત કરી. પિંગળશીભાઈ ગઢવીની ચેતનાને વંદન કરીને પૂજ્ય લાભુદાદાએ એ રાતના સતસંગમાં આ મહાકવિની આધ્યાત્મિક રચનાઓ લઇને સૌ ભાવકોને જ્ઞાન પીરસ્યું. પછીથી શેઢાવદર ગામના ઘુઘાભાઇ છભાડ અને અન્ય સતસંગી ભાઇઓએ નારેલા પરિવારને સાથે રાખીને ઓટલાનું નિર્માણ કર્યું.

૧૯૯૪માં મોટા આંકડિયાથી ઉગમ ફોજના સંત પૂજ્ય પોપટરામબાપાનો સતસંગ શેઢાવદર હતો ત્યારે પણ તેમણે પિંગળશીભાઈ ગઢવીને યાદ કરેલા.

ત્યારબાદ પૂજ્ય પોપટરામબાપાના શિષ્ય પૂજ્ય પરબતબાપાએ ગામના ઘુઘાભાઇ રતાભાઈ છભાડને પૂછ્યું કે પિંગળશીભાઈ ગઢવીનેને કોણે જોયેલા? ત્યારે ત્યાં હાજર ઘુઘાભાઇના દાદા શ્રી અરજણદાદાએ કહ્યું કે, ‘પિંગળશીભાઈ ગઢવીએ ખુરશીમાં બેઠા બેઠા જ ભગવાનનું સ્મરણ કરતાં મહાપ્રસ્થાન કરેલ એનો હું સાક્ષી છું.’

વાત એમ હતી કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ત્યાં પુત્ર જન્મ (શિવભદ્રસિંહજી ગોહિલ – શિવાબાપાનો જન્મ) થતાં રાજયકવિ પિંગળશીભાઈ ગઢવીએ હાલરડું ગાઇ સંભાળાવ્યું. તેથી મહારાજાએ પ્રસન્ન થઇ પિંગળશીભાઈ ગઢવીને હાથબ કે શેઢાવદર બેમાંથી એક ગામ બક્ષીસમાં માગવા કહ્યું.

રાજ કવિ પિંગળશીભાઈ ગઢવી વિશે વધુ જાણીએ.

ભાવનગર રાજયના મેઘકંઠીલા રાજકવિ, સંત સમાન હૃદય ધરાવતા, શિવ અને શક્તિના ગણ સમાન મેઘાવી કવિ શ્રી પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા…

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના જાણકાર ભાવેણાંના રાજ્યકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ વિક્રમ સંવત ૧૯૧૨ની આસો સુદ અગિયારસને દિવસે તા.૧૦/૧૦/૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજ્યની રાજધાની સિહોર ખાતે થયો હતો.

★મહારાજા તખ્તસિંહજી, મહારાજા ભાવસિંહજી તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજકવિ તરીકેનું પદ શોભાવ્યું હતું.
★ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા ગોહિલવાડના રાજકવિ હતા, પણ પોરબંદર તેમને વર્ષાસન આપતું હતું.
★તેઓ માત્ર રાજયકવિ જ ન હતાં પરંતુ એક પવિત્ર માણસ અને પ્રભુપારાયણ મહાપુરુષ હતા.
★ભાવનગર શહેર ખાતે વડવા પાનવાડી રોડ પર પ્રિન્સ સ્ટુડિયોની બાજુમાં આજે પણ પિંગળશીબાપુની ડેલી આવેલી છે.
★તેમને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૯૩૪માં શેઢાવદર ગામ અને ગામમાં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું.
★’પિંગળવાણી’ નામનું એમનું પુસ્તક અને તેમાંના બારમાસી છંદ વિખ્યાત છે, અને લોકડાયરાઓમાં એ ગવાતા રહ્યા છે.

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્ જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્ વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યાર અપારમ્ નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી ગોકુળ આવો ગિરધારી.

આલેખન અને સંકલન,
પ્રવીણ સરવૈયા, ભાવનગર.
મો.નં. 9979033393

વૈરાગ્યની કવિતા

।। દુહો ।।

કયું અટકત શુભ કાજમેં, ખટપટ મત કર ખ્યાલ,
કઠિન ઝપટ શિર કાલકી, ઝટપટ તજ જંજાલ. ૦૧

।। છંદ :~ રેણંકી ।।

ઘટઘટ પ્રતિ રોગ, અઘટ ઘટ ઘટના, વટવટ જ્ઞાન વિકટ વરનં,
તટતટ ફિર તિર્થ સહત સંકટ તન, મિટ તન ફેર નિકટ મરનં,
રટરટ મુખ રામ શમટ ભવસાગર, તરની શુભ વટ શરટ તરે.
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે. ૦૧

તનમન ધન કિસન શરન કર અરપન, મન રન હન બન મોક્ષ બરં,
છન છન દન જાત કાલ ગતિ ધન સમ, અમન ચમન મન કયું અડરં,
દરશન મન મગન ભજન કર નિશિ દિન, જપતનિરંજન પાય જરે
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે. ૦૨

હર હર પર વિપત ધ્યાન ધર હરિ હર, ડર ડર પગ ભર દુક્રત ડરં,
કર કર શુભ કરમ ધરમ અવસર કર, નરવર સબ પર સમ નજરં,
ફર ફરના જન્મ મરન ફેરા ફર, શ્રીવર ચિતધર કાજ સરે.
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે. ૦૩

હક હક ગ્રહ બાત અહરતજ બરહક, બક બક મત કર જક બદનં ,
છક છક મત ઈશ્ક તકત કયું બદ તક, મસ્તક ફિરત કેફ મદનં,
અંતક મિલ દૂત મચાવત ધક બક, ડારત દોજખ જીવ ડરે,
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે. ૦૪

છલબલ તજ સકલ ચપલ મન ચલદલ, પલ પલ દુ:ખ માયા પ્રબલં,
જલબલ તન ખાખ હોત નિર્બલ જન, કલ ન પરત ગતિ હે અકલં,
તલ તલકી ખબર લેત હરિ ભૂતલ, ચલ સદ્પંથ જનમ સુધરે,
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે. ૦૫

દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ, પગ પગ મગ મગ અલગ પરં,
ચગચગ મુખ દંત બચન જબ ફગફગ, જમ અનુચર લગભગ જગરં,
ભગવત ભજ ચેત સુભગ નર જગ ભલ, પિંગલસુજસ અચલપ્રસરે,
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે. ૦૬

કવિ :~ ભાવનગરના રાજ કવિ પિંગળશી બાપુ નરેલા (ગઢવી).✍️

ભાવનગર રાજકવિ શ્રી પિંગળશી ભાઈ નરેલા ની રચના

મિત્ર કીજીયે મરદ
મરદ મન દરદ મિટાવે,
મિત્ર કીજીયે મરદ,
કામ વિપતિ મે આવે,
મિત્ર કીજીયે મરદ,
સત્ય કહકર સમજાવે,
મિત્ર કીજીયે મરદ,
ખુશામત કર નહીં ખાવે,
મિત્ર તાહીકો નામ હે,
લોભ કબુ મન ના લાગે
કવિ સત્ય બાત પિંગલ કહે, દેહ જાય, નેહન ડગે….

આજે પિંગલશી પાતાભાઇ નરેલા ના જન્મદિને વંદન

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment