દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇન્કમ ટેક્સ રેડને સફળતાપૂર્વક પાર પાડનારા અધિકારીઓનું સરકારે સન્માન કર્યું છે.
ઇન્ડિયન રેવન્યુ સર્વિસીઝ (IRS)ના 2010ની બેચના અધિકારી સિંહે ગત વર્ષે 6 ડિસેમ્બરે ઓડિશા સ્થિત એક ડિસ્ટીલરી ગ્રુપના ઘણા પરિસરોમાં ‘કાર્યવાહી લાયક ખાનગી જાણકારી’ના આધારે રેડ પાડીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે 21 ઓગસ્ટના રોજ આવકવેરા વિભાગની એ ટીમને સન્માનિત કરી હતી, જેણે અત્યાર સુધીની સૌથી મોટી IT રેડ પાડી હતી. ગત વર્ષે ઓડિશામાં એક ડિસ્ટીલરી ગ્રુપ વિરુદ્ધ રેડ દરમિયાન ઓછામાં ઓછા ₹300 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
ભારતમાં આવકવેરા વિભાગને 165 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્મલા સીતારમણે ભુવનેશ્વરમાં ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશનના પ્રિન્સિપલ ડિરેક્ટર એસ કે ઝા અને એડિશનલ ડિરેક્ટર ગુરપ્રીત સિંહના નેતૃત્વવાળી ઈન્કમ ટેક્સ ટીમને CBDT ઉત્કૃષ્ટતા પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા.
આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન 10 દિવસો સુધી ચાલ્યું હતું.
આ દરમિયાન કુલ ઓછામાં ઓછા ₹300 કરોડ રૂપિયાની કેશ મળી આવી હતી.
આવકવેરા વિભાગે આ રેડ દરમિયાન જમીન પર સ્કેનિંગ વ્હીલવાળું મશીન લગાવ્યું હતું,
જેથી નીચે ડબાવાયેલા કિંમતી સામાનની તપાસ કરી શકાય.
તેમજ ડિપાર્ટમેન્ટે આ રેડમાં ચલણી નોટો ગણવા માટે ત્રણ ડઝન મશીનો મંગાવ્યા હતા.
તેમજ નોટો ગણવા માટે વિવિધ બેંકો અને તેના કર્મચારીઓની મદદ લીધી હતી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh