શિખર ધવને શનિવારે 24 ઓગસ્ટની સવારે એક વીડિયો શેર કરીને ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી . શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી . તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
શિખર ધવને જાહેર કરેલા આ વિડિયોમાં ધવને કહ્યું કે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે પાછળ જોવું ત્યારે માત્ર યાદો જ દેખાય છે અને જ્યારે આગળ જુઓ તો આખી દુનિયા દેખાય છે. ભારત માટે રમવા માટે મારી પાસે હંમેશા એક જ અર્થ હતો અને તે પણ થયું અને આ માટે હું ઘણા લોકોનો આભાર માનું છું.
ધવને ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે 2315 રન બનાવ્યા હતા, જ્યારે ODIમાં તેણે 6793 રન બનાવ્યા હતા અને T20Iમાં તેણે તેના બેટથી 1759 રન બનાવ્યા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh