જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈ રાજ્યમાં ગેમિંગ પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય…
ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ…
CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCનો સમાવેશ…
નવા રેગ્યુલેશન મુજબ, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/BU ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે…
ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાઇસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે…
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh