National Cinema Day 2024 : 99 રૂપિયામાં બુક કરો ફિલ્મની ટિકિટ, રાષ્ટ્રીય સિનેમા દિવસ પર અનોખી ઓફર
National Cinema Day 2024 Book Movie Tickets Online : 20 સપ્ટેમ્બર 2024 ના રોજ આ વખતે દેશભરના સિનેપ્રેમી ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી શકે છે.
2024માં બોક્સ-ઓફિસ પર ઘણી ફિલ્મો હિટ હતી અને લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ વળ્યા હતા.
આ સફળતાને નેશનલ સિનેમા ડે પર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે અને દેશભરમાં 4000થી વધુ સ્ક્રીનો પર 99 રૂપિયામાં ફિલ્મ જોવાની ઓફર કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ જાહેરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MAI) દ્વારા કરવામાં આવી છે. સામાન્ય રીતે થિયેટરમાં ટિકિટની કિંમત 250થી 500 રૂપિયાની વચ્ચે હોય છે. પરંતુ આવતી કાલે એટલે કે 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં ફિલ્મની મજા માણી શકાશે.
99 રૂપિયામાં ટિકિટ બુક કરો
જો તમે નેશનલ સિનેમા ડે પર 99 રૂપિયામાં ટિકિટ બુક કરાવવા માંગો છો, તો તમે BookMyShow, PayTM અને ઓફિશિયલ સિનેમા ચેઇનની વેબસાઇટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મની મુલાકાત લઈ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે ટિકિટ બુક કરાવતા પહેલા ચેક કરી લો કે તમે પસંદ કરેલું થિયેટર આ ઓફરમાં ભાગ લઇ રહ્યું છે કે નહીં. આ ઉપરાંત તમે સિનેમા બોક્સ ઓફિસ પર જઈને પણ સીધી ટિકિટ બુક કરાવી શકો છો.
મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MAI)ના મતે મૂવી પીવીઆર, આઇનોક્સ, સિનેપોલિસ, મિરાજ, સિટી પ્રાઇડ, એશિયન, મુક્તા એ2, મૂવી ટાઇમ, વેવ, મૂવીમેક્સ, એમ2કે, ડેલાઇટ જેવા સિનેમા હોલમાં 4000 થી વધુ સ્ક્રીન પર ફક્ત 99 રૂપિયામાં મૂવી જોઇ શકાય .
હાલમાં થિયેટરમાં ઘણી ફિલ્મો છે અને તમે ફરીથી રિલીઝ થયેલી હોરર થ્રિલર ફિલ્મ ‘તુમ્બાડ’નો આનંદ માણી શકો છો. આ સિવાય તમે હોરર અને કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ અને કરીના કપૂરની ધ બકિંગહામ મર્ડર જોઈ શકો છો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh