રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તથા ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજી જન્મજયંતી : CM શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા PM શ્રી નરેન્દ્ર મોદી
PM શ્રી નરેન્દ્ર મોદી :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતિ નિમિત્તે રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે તેમની સમાધિ સ્થળ વિજય ઘાટની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે, ગાંધી જયંતિ પર, મેં મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે પણ દિવસ દરમિયાન આવી કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો અને તે જ સમયે, સ્વચ્છ ભારત મિશનને મજબૂત કરતા રહો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી…
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ‘સર્વધર્મ પ્રાર્થના સભા’
🗓️ તારીખ: 2 ઓક્ટોબર,2024
📍 સ્થળ: કીર્તિ મંદિર, પોરબંદર
‘જય જવાન-જય કિસાન’ના ઘોષક, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh