હરિયાણામાં ભાજપને ઝટકો, પૂર્વ સાંસદ અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા : Haryana Election 2024
Haryana election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સાંસદ અશોક તંવરે મહેન્દ્રગઢના ગામ બવાનિયામાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
અશોક તંવર હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા
અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે પાંચમી ઓક્ટોબર 2019ના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેના પછી તે આપમાં જોડાઈ ગયા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh