Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:09 am

LATEST NEWS
Lifestyle

ભાવનગર : ભેજાબાજ ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ પરથી એટીએમનો પીન નંબર શોધી ,બે દિવસમાં 41,500 ઉપાડી લીધા હતા

Facebook
Twitter
WhatsApp
Email

ભાવનગર : ભેજાબાજ ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ પરથી એટીએમનો પીન નંબર શોધી ,બે દિવસમાં 41,500 ઉપાડી લીધા હતા

-એટીએમ કાર્ડ રસ્તા પરથી મળી આવતાં બેજાબાજ ગઠીયાએ કાર્ડ પર લખેલા નામના આધારે કાર્ડ ધારકનું ઇન્સ્ટાગ્રામ આઇડી શોધી કાઢી તેના આધારે પીન નંબર મેળવી બે દિવસમાં 41,500 ઉપાડી લીધા હતા.આ બનાવ અંગે સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી ગઠીયાને ઝડપી પાડ્યો હતો .

-ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એ.આર.વાળાએ જણાવ્યું હતું કે, પોલીસે આ બનાવ અંગે ટેનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી એટીએમનો ઉપયોગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, કાર્ડ પરના નંબરના આધારે એટીએમ કાર્ડ ધારકનું ઇન્સ્ટાગ્રામ આઇડી તેણે શોધ્યું હતું.

-ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે નંબર જ પીન નંબર હોવો જોઇએ તેમ માનીને એટીએમ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તે નંબર પીન તરીકે નાખતા તે સાચો નિકળ્યો હતો અને એટલે તેણે બે દિવસમાં નવ ટ્રાન્ઝીકશન મારફતે એકાઉન્ટમાં પડેલી તમામ રૂ.41,500ની રોકડ રકમ ઉપાડી લીધા હતા.

-ઝડપાઇ ગયેલા ગઠીયાએ પૈસા પરત કરી દેતા ફરિયાદ ન નોંધાઇ

સમાચારથી શીખ : સાઇબર ગઠીયાથી બચવા શુ ધ્યાન રાખવું જોઇએ ?

-ભેજાબાજ ગઠીયાએ ઇનસ્ટાગ્રામ પરથી પાસવર્ડ શોધી કાઢ્યો હોવાના કારણે તમામે હવે વધુ સતર્કતા દાખવવાની જરૂર છે. ઠગાઇથી બચવા માટે જન્મ તારીખ, વાહનનો નંબર પાસવર્ડ તરીકે ન રાખો પાસવર્ડ કોઇ જગ્યા ન લખો પરંતુ મોઢે યાદ રાખો. સોશ્યલ મીડીયા પર તમારી અંગત માહિતી શેર ન કરો. અજાણી સ્ત્રીની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ ન સ્વિકારો.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment