અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી, 6 લોકોના મોત
બનાસકાંઠા, ગુજરાત જિલ્લામાં બસ અકસ્માત અંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આજે સવારે લગભગ 8:30 વાગ્યે અંબાજી દર્શનેથી પરત ફરી રહેલી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર બનાસકાંઠાના અંબાજી પાસે અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસ અકસ્માત સર્જાયો છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ હતી. જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર અંબાજીથી દાતા તરફ આવતી બસને આ અકસ્માત નડ્યો હતો. જેમાં 35 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતમાં 6 લોકોના મોત
અકસ્માત સર્જાતા તાત્કાલિક સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી. લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ 4થી વધુના લોકોના મોત થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર મૃતકો અને ઇજાગ્રસ્તો ખેડાના કઠલાલના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. SP, DySP સહિત અંબાજી પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચી છે. અંબાજીથી દાંતા તરફ આવતી બસને અકસ્માત નડ્યો છે. બસ ચાલકે વળાંકમાં કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh