Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:23 am

LATEST NEWS
Lifestyle

વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા

Facebook
Twitter
WhatsApp
Email

વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા

પોલીસે પકડેલા 5 આરોપીઓ પૈકી 3 આરોપી વિધર્મી હોવાની માહિતી .

વડોદરા ભાયલી ગેંગરેપ વિષે :
વડોદરાના ભાયલી વિસ્તારમાં બે દિવસ પૂર્વે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. એક સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે નરાધમો ત્યાં આવ્યા હતા અને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

Vadodara ભાયલી ગેંગરેપ કેસ આરોપીઓ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાઈ
Vadodara ભાયલી ગેંગરેપ કેસ આરોપીઓ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાઈ

 

બનાવની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા 200થી વધુ પોલીસ જવાનોએ આકરી મહેનત કરી હતી. આ ચકચારી દુષ્કર્મ કેસમા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100થી વધુ સીસીટીવી ચેક કર્યા અને 5 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા

આરોપીઓને સ્ટ્રેચર પર બેસાડી લઇ જવા પડયા : 

વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા
આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા

વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા

આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા છે. આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરી મીડિયા સમક્ષ રજૂ કરાશે. જે આરોપીઓને મેડિકલ માટે લઇ જવાયા છે. તેમાં અલ્તાફ બંજારા, શાહરુખ ઇસ્માઇલ બંજારા અને મુન્ના અબ્બાસ બંજારા છે. ઝડપાયેલા આરોપીઓને પોલીસ પૂછપરછ બાદ સ્ટ્રેચર બેસાડીને મેડિકલ માટે લઇ જવા પડે તેવી તેમની હાલત હોવાનું જણાઈ આવ્યું છે.

દુષ્કર્મની ઘટનાના 3 કિ.મી. વિસ્તારમાં 1 હજારથી વધુ ઘરમાં તપાસ


સગીરા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના નો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા રાત દિવસ એક કરી આખરે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપીઓને ઝડપવા પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. IG,SP,3 DYSP,5 PI,15 PSI સહિત 200 પોલીસ જવાનોની ટીમ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. દુષ્કર્મની ઘટનામા ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમા પોલીસે તપાસ કરી હતી.

ઘટના સમયના મોબાઈલ લેકેશન ચેક કરવામાં આવ્યા
15 શકમંદોને પકડ્યા પણ એક પણ આરોપી ન નીકળ્યો તો સાથે જ ભાયલી ગામના પણ કેટલાક શખ્સોને પૂછપરછ માટે બોલાવાયા હતા. આખરે પોલીસે નવલખી ગેંગરેપ તપાસની પેટર્ન પર તપાસ શરૂ કરી હતી. ઘટના સમયના મોબાઈલ લેકેશન ચેક કરવામાં આવ્યા હતા. પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સિલિંગ પણ કર્યું હતું અને આખરે ત્રણ દિવસની આકરી મેહનત બાદ પોલીસને દુષ્કર્મીઓનો પત્તો લાગ્યો હતો.

45 કિ.મી.ના રૂટ પર 1100 સીસીટીવી ચેક કર્યા
ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શોધવા ત્રણ દિવસ સુધી કરેલી મેહનતમાં આશરે 45 કિલોમીટરના રૂટ પર 1100 CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. દરમિયાન ફુટેજમાં બે બાઇક પર સવાર 5 શખસો દેખાતા તેમણે નંબર પ્લેટના આધારે ઝડપી આકરી પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને બાદમાં ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે પકડેલા 5 આરોપીઓ પૈકી 3 આરોપી વિધર્મી હોવાની માહિતી સામે આવી છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ મજૂરી કામ કરતા હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે.

4 ઓક્ટોબર ઘટનાક્રમ :

વડોદરા ભાયલી ગેંગરેપમાં નવો વળાંક , 5 આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100 સીસીટીવી ચકાસ્યા ને શકમંદો દેખાયા

હાલ ઝડપાયેલા તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવી તમામની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ એક બીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા. તેઓ ભાયલી કેમ ગયા હતા. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા હતા. તેમને કોને આશરો આપ્યો હતો. તેમજ આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment