IND vs BAN 2nd T20 : ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું, સિરીઝ પર કર્યો કબજો
ગ્વાલિયર બાદ દિલ્હીમાં પણ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 221 રન બનાવ્યા અને જવાબમાં બાંગ્લાદેશની ટીમ ટાર્ગેટથી ઘણી પાછળ રહી ગઈ.
ટેસ્ટ શ્રેણી બાદ હવે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને T20 શ્રેણીમાં પણ ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું છે.
ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી T20 મેચ પણ સરળતાથી જીતી લીધી હતી.
આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝ જીતી લીધી છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 221 રનનો જંગી સ્કોર બનાવ્યો, જવાબમાં બાંગ્લાદેશની ટીમ લક્ષ્યાંકથી ઘણી પાછળ પડી ગઈ.
ટીમ ઈન્ડિયાએ આ મેચ 86 રનના મોટા અંતરથી જીતી લીધી હતી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh