Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:12 am

LATEST NEWS
Lifestyle

મહાદેવ એપ ના માલિક સૌરભ ચંદ્રાકાર ની દુબઈ માં ધરપકડ પછી હવે ભારત લવાશે

મહાદેવ એપ ના માલિક સૌરભ ચંદ્રાકાર ની દુબઈ માં ધરપકડ
Facebook
Twitter
WhatsApp
Email

મહાદેવ એપ ના માલિક સૌરભ ચંદ્રાકાર ની દુબઈ માં ધરપકડ પછી હવે ભારત લવાશે

  • મહાદેવ એપ થી લાખો લોકોના 6000 કરોડ ની છેતરપિંડી
  • ED દ્વારા ચંદ્રાકર સામે ઇન્ટરપોલ ની રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી
  • કૌભાંડ માં અત્યાર સુધી કુલ 12 ની ધરપકડ .

કૌભાંડમાં અત્યાર સુધી કુલ ૧૨ની ધરપકડ

એફઆઇઆરમાં એપના પ્રમોટર રવિ ઉપ્પલ, સૌરભ ચંદ્રાકાર, શુભમ સોની,અનિલકુમાર અગ્રવાલ ઉપરાંત ભુપેશ બઘેલનું નામ સામેલ

નવી દિલ્હી: સટ્ટાબાજી એપ મહાદેવના માલિક સૌરભ ચંદ્રાકરની દુબઇમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તરફથી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરાવવામાં આવ્યા પછી ચંદ્રાકાર સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ટૂંક સમયમાં ચંદ્રાકારનું ભારતમાં પ્રત્યાપણ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સૌરભને એક સપ્તાહમાં ભારત લાવવામાં આવશે. ચંદ્રાકાર પર એપ દ્વારા લાખો લોકો સાથે અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચંદ્રાકારની ધરપકડ પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઇ શકે છે.

ઇડીએ અત્યાર સુધી આ કેસમાં કુલ ૧૨ લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે અપરાધની અંદાજિત આવક લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયા છે.

ઇડી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી મહાદેવ એપ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસોની તપાસ કરી રહ્યું છે. આ કેસ છત્તીસગઢમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સપાટી પર આવ્યો હતો.

મહાદેવ એપ ના માલિક સૌરભ ચંદ્રાકાર ની દુબઈ માં ધરપકડ

રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા પછી ઇઓડબ્લ્યુએ ઇડી દ્વારા સોંપવામાં આવેલ રિપોર્ટના આધારે માર્ચમાં આઇપીસીની કલમ ૧૨૦બી (ગુનાહિત કાવતરુ), ૪૨૦ (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના હેઠળ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

જેમાં એપના પ્રમોટર રવિ ઉપ્પલ, સૌરભ ચંદ્રાકાર, શુભમ સોની અને અનિલકુમાર અગ્રવાલ ઉપરાંત છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેશ બઘેલનું નામ સામેલ છે.

ઇડીએ જણાવ્યું છે કે તેની તપાસમાં છત્તીસગઢના અનેક મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી સામે આવી છે. સૌરભ ચંદ્રાકાર અને રવિ ઉપ્પલ આ એપના માલિક છે જે દુબઇમાં રહીને સટ્ટાબાજીનો ગેરકાયદેસર બિઝનેસ ચલાવી રહ્યો હતો.

ઇડીએ દાવો કર્યો છે કે આ એપ એક એમ્બ્રેલા સિંડિકેટ હતી જે ગેરકાયદે સટ્ટાબાજીની વેબસાઇટોને નવા યુઝર્સ રજીસ્ટર કરવા, યૂઝર આઇડી બનાવવા અને બેનામી બેંક ખાતાના માધ્યમથી મની લોન્ડરિંગ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મની વ્યવસ્થા કરતી હતી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment