૮ માંથી એક છોકરી ૧૮ વર્ષની ઉંમર પહેલા જાતીય હિંસાનો સામનો કરે છે : યુનિસેફ રિપોર્ટ
હાલમાં જ યુનિસેફનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં દર ૮ માંથી એક છોકરી યૌન હિંસાનો ભોગ બને છે.
વિશ્વભરમાં છોકરીઓ સામેની જાતીય હિંસા એક ગંભીર સમસ્યા બની રહી છે . યુનિસેફના તાજેતરના આંકડાઓએ આ સમસ્યાની ગંભીરતાને ઉજાગર કરી છે . આ આંકડાઓ અનુસાર , વિશ્વભરમાં દર ૮ માંથી એક છોકરી ૧૮ વર્ષની ઉંમર પહેલા જાતીય હિંસાનો ભોગ બને છે . આ ચોંકાવનારો અહેવાલ દર્શાવે છે કે ૧૪ થી ૧૭ વર્ષની વયની છોકરીઓ મોટાભાગે જાતીય હિંસાનો ભોગ બને છે .
છોકરીઓ સામે જાતીય હિંસા સૌથી વધુ ક્યાં થાય છે ?
યુનિસેફના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં 37 કરોડથી વધુ છોકરીઓએ 18 વર્ષની ઉંમર પહેલા જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો છે . આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે . રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુધ્ધગ્રસ્ત વિસ્તારો અને વિકાસશીલ દેશોમાં છોકરીઓ સામે જાતીય હિંસાના કિસ્સાઓ વધુ છે .
વિશ્વમાં જાતીય હિંસાના મોટાભાગના કેસ સહારા રણની સરહદે આફ્રિકાના વિસ્તારમાં નોંધાયા છે . અહીં 7.9 કરોડ છોકરીઓ જાતીય હિંસાથી પ્રભાવિત છે . આ સિવાય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં 73 મિલિયન છોકરીઓ જાતીય હિંસાથી પ્રભાવિત છે . ઉપરાંત, યુરોપ અને ઉત્તર અમેરિકામાં 68 મિલિયન છોકરીઓ જાતીય હિંસાથી પ્રભાવિત છે . જ્યારે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં આ આંકડો 45 મિલિયન છે . ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં 29 મિલિયન છોકરીઓ જાતીય હિંસાથી પ્રભાવિત છે . આ સિવાય ઓનિશિયામાં 60 લાખ છોકરીઓ જાતીય હિંસાથી પ્રભાવિત છે .
છોકરાઓ પણ જાતીય હિંસાથી પ્રભાવિત થાય છે
એક અંદાજ મુજબ 24 થી 31 કરોડ છોકરાઓ અને પુરુષોએ બાળપણમાં જાતીય હિંસાનો સામનો કર્યો છે . એટલે કે 11 માંથી એક છોકરાએ જાતીય હિંસામાંથી પસાર થવું પડે છે . યુનિસેફ દ્વારા 2010 અને 2022 વચ્ચે 120 દેશોમાંથી છોકરીઓ સામેની જાતીય હિંસા અંગેનો ડેટા લેવામાં આવ્યો છે . યુનિસેફનો રિપોર્ટ દર્શાવે છે કે નબળી સંસ્થાઓ , રાજકીય અથવા સુરક્ષા કટોકટી છોકરીઓને વધુ મુશ્કેલીમાં મૂકે છે . યુનિસેફના અંદાજ મુજબ 37 કરોડથી વધુ છોકરીઓ અને મહિલાઓ જાતીય હિંસાનો ભોગ બની છે અથવા તેમની સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બની છે .
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh