દિવાળીના તહેવારોને અનુલક્ષી પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી : દિવાળીના તહેવારોને અનુલક્ષી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન કરાશે
મુખ્યમંત્રીશ્રીનો કર્મચારી હિતલક્ષી નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની ૨૩ થી ૨૫ તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-૨૦૨૪ ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh