સુનિતા વિલિયમ્સ-જૂનો વિડિયો અવકાશમાંથી પરત ફરવાના ખોટા દાવાઓ
દાવો :
એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ૧૨૭ દિવસના સફળ અવકાશ અભિયાન બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે.
હકીકત :
વાયરલ થઈ રહેલો વિડિયો નવેમ્બર ૨૦૧૨નો છે. જૂન ૨૦૨૪થી, વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બેરી વિલ્મોર સાથે આઈ.એસ.એસ. પર સવાર હતા, કારણ કે બોઈંગ સ્ટારલાઈનર ટેસ્ટ ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમની ૧૦-દિવસની યાત્રા ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી હતી. તેમના ચાલુ અભિયાનની અપેક્ષિત અવધિ હાલમાં ૨૪૦ દિવસ છે.
વિલિયમ્સ હજુ પણ આઈ.એસ.એસ. પર છે અને ૨૦૨૫માં પરત ફરશે.
વિલિયમ્સ અને વિલ્મોર હવે સ્ટારલાઈનર ને બદલે સ્પેસએક્સ ના ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરીને પૃથ્વી પર પાછા ફરવાના છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh