Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:05 am

LATEST NEWS
Lifestyle

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદઘાટન કરતા રાજયના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર

Facebook
Twitter
WhatsApp
Email

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદઘાટન કરતા રાજયના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર

ફીડબેક સેન્ટર ખાતે બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ ૩૬ સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે: અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતી રવિ

ફીડબેક સેન્ટર પર મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારત – ર૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સતત કાર્યરત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ ગાંધીનગરના સચિવાલય ખાતે આવેલા મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું રાજયના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૩ વર્ષના ભાગરૂપે મહેસૂલ વિભાગ દ્વારા iORA ના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ફીડબેક સેન્ટર ખાતે નિયુકત મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જે અરજીનો નિકાલ થયેલ હોય તેવી બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ ૩૬ સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે. મહેસૂલ વિભાગના આ iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

વધુમાં અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે iORA પોર્ટલ મારફતે મળેલ અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે. આવશ્યક જણાય ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરીકોને ત્વરિત સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે. આ ફિડબેક સેન્ટર ખાતે મળેલ પ્રતિભાવો થકી સેવાઓમાં પારદર્શકતા લાવવામાં આવશે અને નાગરિકો સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવશે. મહેસૂલી સેવાઓ મેળવવા બાબતે પ્રાપ્ત થયેલ નિયમિત પ્રતિસાદથી છેવાડાના નાગરિકની વ્યથાને સમજીને તેના નિરાકરણરુપે એક પારદર્શક અને ઉત્તરદાયી સરકારના ઘડતર માટે આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, જમીન સુધારણા કમિશનર શ્રી પી. સ્વરૂપ સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment