દિવાળી પહેલા ઈડી ની તવાઈ, ગુજરાતની ૨૩ કંપનીઓ પર દરોડા, ૮ લોકોની ધરપકડ
ગુજરાતમાં દિવાળી પહેલા ઈડીએ મોટાપાયે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં જી.એસ.ટી. કૌભાડમાં વધુ તપાસ માટે ઈડી ની ટીમે ગુજરાતની અલગ અલગ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. બોગસ સેલ કંપનીના કેસમાં ઈડી એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ગુજરાતમાં દિવાળી પહેલા ઈડીએ મોટાપાયે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં જી.એસ.ટી. કૌભાડમાં વધુ તપાસ માટે ઈડીની ટીમે ગુજરાતની અલગ અલગ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. બોગસ સેલ કંપનીના કેસમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ગુજરાતની ૨૩ કંપની પર ઈડીની તવાઈ !
ગુજરાતની ૨૩ જેટલી કંપનીઓ પર ઈડીની ટીમ ત્રાટકી હતી. જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ, સુરત, કોડીનાર સહિતની જગ્યાઓ પર ઈડીની ટીમે તપાસ હાથ ધરી છે. ૨૦૦ બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ ૮ની ધરપકડ
આ અગાઉ પણ આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચે અનેક લોકોની ધરપકડ કરી છે. તેમજ અગાઉ ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાના ત્યાં પણ ઈડીએ તપાસ હાથ ધરી છે. ૨૦૦થી વધુ કંપનીઓએ નકલી ITCના આધારે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.
જી.એસ.ટી. ની ફરિયાદને આધારે અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. બનાવટી કંપનીઓમાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh