આઇપીએલ ૨૦૨૫ : મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સ માટે રમશે કે નહીં? ખુદ કરી સ્પષ્ટતા
આઇપીએલ ૨૦૨૫ માં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે? થવા તો ગુજરાત ટાઇટન્સ શમીને રિટેન કરશે? આ બધા સવાલોને લઈને મોહમ્મદ શમીએ એક અપડેટ આવ્યું છે. મોહમ્મદ શમીએ કહ્યું કે, મને ખબર નથી કે હું ગુજરાત ટાઇટન્સ માટે રમીશ કે નહીં. આઇપીએલ ની ટીમોએ ૩૧ ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બીસીસીઆઈ ને સુપરત કરવાની છે. આ રીતે હવે માત્ર ૯ દિવસ બાકી છે, પરંતુ ગુજરાત ટાઇટન્સમાં મોહમ્મદ શમીનું ભવિષ્ય સ્પષ્ટ નથી.
મોહમ્મદ શમીએ કહ્યું કે, ‘મને આ અંગે કોઈ માહિતી નથી. મને ખબર નથી કે ગુજરાત ટાઇટન્સ મને રિટેન કરશે કે નહીં. આ નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે. ગુજરાત ટાઇટન્સને લાગશે કે તેમણે મને રિટેન કરવો જોઈએ, તો તેઓ મને રિટેન કરશે, પરંતુ જો મારી જરૂર નથી તો તેઓ મને રિટેન કરશે નહીં. મેં આજ સુધી આ અંગે ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટ સાથે વાત કરી નથી. પરંતુ જો ગુજરાત ટાઇટન્સ મને રિટેન કરવાનું વિચારે છે તો હું શું કામ તેમને ના પાડીશ.’
અગાઉ આઇપીએલ મેગા ઓક્શન ૨૦૨૨ માં ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને ૬.૨૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરીને આઇપીએલ ૨૦૨૨ સીઝનમાં ૨૦ વિકેટ લીધી હતી. જ્યારે આઇપીએલ ૨૦૨૩ સીઝનમાં મોહમ્મદ શમીએ ૨૬ વિકેટ લીધી હતી. તેણે પર્પલ કેપ પણ જીતી હતી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh