તુર્કીએ આતંકી હુમલાનો આપ્યો સણસણતો જવાબ , સીરિયા અને ઈરાકમાં હવાઈ હુમલા કર્યા
તુર્કી પર હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં તેઓ ફાયરિંગ કરતાં જોઈ શકાય છે. વળતો જવાબ આપતાં તુર્કીએ સીરિયા અને ઈરાકમાં હવાઈ હુમલા કર્યા હતા.
તુર્કીની રાજધાની અંકારામાં ગઈકાલે આતંકી હુમલો થયો હતો. તેનો વળતો જવાબ આપતાં તુર્કીએ સીરિયા અને ઈરાકમાં કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના 30 જગ્યાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તમામ સાવધાનીઓ રાખવામાં આવી હતી.
તુર્કીની વિમાન કંપની પર આતંકી હુમલો
ગઈ કાલે તુર્કી પર વિમાન કંપની પર થયેલા આતંકી હુમલામાં ચાર લોકોના મોત થયા છે અને 1 ડઝન કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે હજુ સુધી કોણે આતંકી હુમલો કર્યા તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
કુર્દ મુસ્લિમ, ફરાહ કરીમ નામની એક મહિલા આતંકવાદીની ઓળખ , તુર્કીમાં હુમલો કરનાર ત્રણ આતંકવાદીઓમાંથી એક તરીકે કરવામાં આવી છે.
તુર્કી પર હુમલાનો વીડિયો વાયરલ
તુર્કી પર હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં તેઓ ફાયરિંગ કરતાં જોઈ શકાય છે. હુમલાખોરો ટેક્સીમાં આવ્યા હતા અને એક મહિલા પણ હતી. કારમાંથી ઉતરતાં જ તેમણે ફાયરિંગ શરુ કરી દીધી હતી. જેમાંથી એકે બોમ્બ વિસ્ફોટ પણ કર્યો હતો.
બે આતંકવાદીઓને ઠાર કર્યા
તુર્કીના વિશેષ દળોએ હુમલા દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે, બંધકોને પકડનાર આતંકીઓમાંથી એક હજુ જીવિત છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બંધકોને છોડાવવા માટે વિશેષ ઓપરેશન ચાલી રહ્યું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh