Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:19 am

LATEST NEWS
Lifestyle

અમરેલી જિલ્લામાં ૩.૭ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો , લોકોમાં ફફડાટ : સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી

Facebook
Twitter
WhatsApp
Email

અમરેલી જિલ્લામાં ૩.૭ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો , લોકોમાં ફફડાટ : સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી

કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે. જોકે, હવે સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. આજે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આચકો આવ્યો હતો. સાંજના ૫:૧૮  વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપનો આંચકો આવ્યો હતો. ૩.૭ ની તિવ્રતા ધરાવતો આંચકો આવતા જ ભેદી અવાજ સાથે ધરતી ધૃજી હતી. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી ૪૧ કિમી દૂર નોંધાયું છે.

આ ભૂકંપની અસર સાવરકુંડલા તેમજ ધારીમાં જોવા મળી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment