સિંઘમ અગેઈનમાં પણ રામાયણ આધારિત જ સ્ટોરી હશે : બોલીવૂડમાં રામાયણ થીમનો ક્રેઝ
છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડમાં રામાયણ એન્ગલ પર ફિલ્મોની વણઝાર ચાલી છે.
- નિતેશ તિવારી રણબીર કપૂરને લઈને ‘રામાયણ’ બનાવી રહ્યા છે.
- આ પહેલાં પ્રભાસ અને ક્રિતી સેનનની ‘આદિપુરુષ’ પણ રામાયણ આધારિત હતી અને તેમાં સૈફ અલી ખાનના લૂક્સ તથા ભંગાર વીએફએક્સને કારણે ભારે ટીકાઓ થઈ હતી.
- અક્ષય કુમારની ‘રામસેતુ’ માં પણ રામાયણની થીમ હતી.
- જુનિયર એનટીઆર તથા રામચરણની ફિલ્મ ‘રામસેતુ’માં પણ છેલ્લે રામાયણનો એંગલ અપાયો હતો.
મુંબઈ: બોલીવૂડમાં રામાયણ આધારિત ફિલ્મોનો ક્રેઝ ચાલ્યો હોય તેમ ‘સિંઘમ અગેઈન’ ફિલ્મ પણ રામાયણનાં કથાનક પર આધારિત સ્ટોરી ધરાવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કેટલાક ફિલ્મ સમીક્ષકોએ ડર વ્યક્ત કર્યો છે કે બોલીવૂડમાં રામાયણ આધારિત સ્ટોરીઓનો ઓવરડોઝ થઈ રહ્યો છે અને તેને હેન્ડલ કરવામાં સ્હેજ પણ ગફલત થાય તો ‘આદિપુરુષ’ જેવા વિવાદો થઈ શકે છે.
‘સિંઘમ અગેઈન’ની સ્ટોરી એવી છે કે અજય દેવગણની પત્ની કરીના કપૂરને વિલન અર્જુન કપૂર ઉઠાવી જાય છે. અજય અન્ય કોપ્સની મદદથી તેને છોડાવવા જાય છે.
તેમાં રણવીર કપૂરનું પાત્ર રામાયણમાં હનુમાનજીના રોલને મળતું આવે છે. અક્ષય કુમારના રોલમાં દર્શકોને જટાયુની ઝલક દેખાઈ શકે છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh