ભારતનો વ્હાઇટવોશ : ૧૪૭ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઘરઆંગણે ૩ મેચની સીરિઝમાં શરમજનક પરાજય
ભારતીય ટીમે આજે વાનખેડે સ્ટેડિયમમાં શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે ૧૪૭ રનનો લક્ષ્ય આપ્યો હતો, જે બાદ ભારતીય ટીમ ૧૨૧ રન પર જ પવેલિયનભેગી થઈ ગઈ. ઋષભ પંતે ધુંઆધાર બેટિંગ કરી અને ૫૭ બોલમાં ૬૪ રન ફટકાર્યા. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૧૭૪ રનો પર સમેટાઇ ગઈ હતી. જે બાદ ભારતને ૨૮ રનની લીડ હાંસલ થઈ હતી.
બોલિંગમાં રવીન્દ્ર જાડેજાએ તરખાટ મચાવ્યો હતો. પહેલી અને બીજી એમ બંને ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાને પાંચ-પાંચ વિકેટ લેવામાં સફળતા મળી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને ત્રણ જ્યારે સુંદર અને આકાશદીપે એક એક વિકેટ ખેરવી હતી.
ઈતિહાસમાં પહેલીવાર આવી ભૂંડી હાર
નોંધનીય છે કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં વ્હાઇટવૉશનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૦૦ માં બે મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતના સૂપડાં સાફ થયા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો બેંગલુરુમાં થયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી વિજય મળ્યો. બાદમાં પૂણેમાં બીજી મેચ રમાઈ જેમાં ભારત ૧૧૩ રનથી હાર્યું.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh