Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:23 am

LATEST NEWS
Lifestyle

બોક્સ ઓફિસ પર અજય દેવગણનો દબદબો: કલ્કી અને બ્રહ્માસ્ત્રને પછાડી સિંઘમ અગેઈનએ તોડ્યો રેકૉર્ડ

Facebook
Twitter
WhatsApp
Email

બોક્સ ઓફિસ પર અજય દેવગણનો દબદબો: કલ્કી અને બ્રહ્માસ્ત્રને પછાડી સિંઘમ અગેઈનએ તોડ્યો રેકૉર્ડ

મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેઈન’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. આ ફિલ્મે પહેલા વીકએન્ડની કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.તેમજ પ્રથમ સોમવારે તેની કમાણીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો 

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ સાથે કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ પણ રિલીઝ થઈ હતી. એવામાં આ દિવાળીએ બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પહેલા જ વીકએન્ડમાં બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. જો કે, હવે તહેવાર પુરા થતા તેના કલેક્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

‘સિંઘમ અગેઇન’એ અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી?

આમ છતાં ‘સિંઘમ અગેઇન’એ ‘કલ્કી 2898 એડી’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. ‘સિંઘમ અગેઇન’એ રિલીઝના પ્રથમ દિવસે 43.5 કરોડ, બીજા દિવસે 42.5 કરોડ, ત્રીજા દિવસે 35.75 કરોડ અને ચોથા દિવસે 17.50 કરોડની કમાણી કરી છે.

‘સિંઘમ અગેઇન’એ તોડ્યા આ રેકોર્ડ્સ 

અજય દેવગણની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ કમાણીના મામલામાં અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ્સ તોડી ચૂકી છે. જો ઓપનિંગ વીકએન્ડ કલેક્શનની વાત કરીએ તો ‘સિંઘમ અગેઇન’એ ‘દંગલ’ જેવી મોટી ફિલ્મનો પણ રેકોર્ડ તોડ્યો છે.

પહેલા વીકએન્ડમાં ‘દંગલ’એ 107 કરોડ, ‘સંજુ’એ 120 કરોડ, ‘ટાઈગર ઝિંદા હૈ’એ 114 કરોડ, ‘પીકે’એ 95 કરોડ, ‘બજરંગી ભાઈજાન’એ 95 કરોડની કમાણી કરી હતી. જયારે ‘સિંઘમ અગેઇન’એ પહેલા વીકએન્ડમાં 121.75 કરોડનું ઈન્ડિયા નેટ કલેક્શન કર્યું છે.

‘કલ્કી’ અને ‘બ્રહ્માસ્ત્ર’નો રેકોર્ડ પણ તોડ્યો 

આ સાથે જ ‘સિંઘમ અગેઇન’એ પહેલા વીકએન્ડ કલેક્શનમાં ‘કલ્કી’ અને ‘બ્રહ્માસ્ત્ર’ને પણ પછાડી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 120 કરોડ તેમજ પ્રભાસની ફિલ્મ ‘કલ્કી’એ ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. જયારે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’એ ત્રણ જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment