રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે, હવે રંગીલા રાજકોટને દુષ્કર્મનું કલંક લાગ્યું છે. યુનિવર્સિટી રોડ પર સફાઈ કામદારે 7 વર્ષની બાળકી દુષ્કર્મ આચર્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ 4 નવેમ્બરના દિવસે હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા દિલીપ ચૌહાણ નામના શખ્સે યુનિવર્સિટી રોડ પર 7 વર્ષની બાળકી પર નજર બગાડી તેના પર દુષ્કર્મ આચરી હવસબો શિકાર બનાવી હતી. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી છે.
આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આરોપી અને પીડિત બાળકીની માતા બંને એક જ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. આ ઉપરાંત આ મહિલાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હતો. આમ સંબંધોનો ગેરલાભ ઉઠાવીને આરોપી ધર્મની માનેલી બહેનની જ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh