Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:33 am

LATEST NEWS
Lifestyle

નકલી પોલીસ, જજ બાદ હવે આર્મી કેપ્ટન પણ નકલી, રેલવેમાં નોકરીના બહાને ૩ લાખનું ફુલેકુ ફેરવ્યું

Facebook
Twitter
WhatsApp
Email

નકલી પોલીસ, જજ બાદ હવે આર્મી કેપ્ટન પણ નકલી, રેલવેમાં નોકરીના બહાને ૩ લાખનું ફુલેકુ ફેરવ્યું

જૂનાગઢમાં રહેતો એક યુવાન ટ્રેનમાં જતો હતો ત્યારે તેને આર્મીના યુનિફોર્મમાં રહેલા એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી.

આ શખ્સે પોતે આર્મીમાં કેપ્ટન અને હાલ એન.એસ.એ. દિલ્હીમાં હોવાની ઓળખ આપી રેલવેમાં લોકો પાયલટની નોકરીની લાલચ આપી છ લાખ માંગ્યા હતા.

બાદમાં ત્રણ લાખ પડાવ્યા હતા. યુવાનને નોકરી મળી ન હતી.

આ અંગે યુવાને ફરિયાદ કરતા પોલીસે મૂળ કોડીનાર તાલુકાના બાવા પીપળવાના નકલી કેપ્ટનની ધરપકડ કરી નકલી આઈકાર્ડ, યુનિફોર્મ, મોબાઈલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતો અને સ્પોટ્‌ર્સમાં રૂચિ ધરાવતો દિવ્યેશ ભરતભાઈ ભૂતીયા ગત ફેબુ્રઆરીમાં પંજાબના જલંધરમાં નેશનલ સાયક્લીંગ સ્પર્ધામાં ભાગ લેવા જતો હતો ત્યારે ટ્રેનમાં આર્મીના કેપ્ટનના યુનિફોર્મમાં રહેલા કોડીનાર તાલુકાના બાવા પીપળવા ગામના પ્રવિણ ધીરૂ સોલંકી સાથે પરિચય થયો હતો.

પ્રવિણ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની ઓળખ આપી હતી તેમજ કાશ્મીરમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.

પોતે એનએસએ(નેશનલ સિક્યુરીટી એડવાઇઝર) દિલ્હીમાં પણ ફરજ બજાવી હોવાથી તેણે હાઈ લેવલના કોન્ટેક્ટ છે તેવી મોટી-મોટી વાતો કરી દિવ્યેશને આર્મીના કેપ્ટનની પે-સ્લિપ, કેન્ટીનનું સ્માર્ટ કાર્ડ, એનએસએનું કાર્ડ બતાવ્યું હતું.

પ્રવિણ સોલંકીએ દિવ્યેશ ભૂતિયાને પોતાના કોન્ટેક્ટ મારફત રેલ્વેના સ્પોર્ટસ ક્વોટામાં લોકોપાયલોટ તરીકે નોકરી અપાવી દેવાની વાત કરી હતી.

દિવ્યેશ ભૂતિયા આ શખ્સની વાતોમાં આવી ગયો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ બંને એકબીજાના સંપર્કમાં હતા.

પ્રવિણ સોલંકીએ દિવ્યેશનો સંપર્ક કરી રેલ્વેમાં નોકરી માટે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

દિવ્યેશ પાસે આટલી મોટી રકમ ન હતી.

તેણે અલગ-અલગ સમયે 3.05 લાખ રૂપિયા પ્રવિણ સોલંકીને ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા.

ત્યાર પછી ફોન કરતા પ્રવિણ સોલંકીએ લોકસભા ચૂંટણી હોવાથી હાલ આવા કામ બંધ હોવાનું બહાનું આપ્યું હતું.

ત્યારબાદ પણ અલગ-અલગ બહાના બતાવ્યા હતા.

ચાર-પાંચ માસનો સમય વિતી ગયા બાદ દિવ્યેશ ભૂતિયાને કોઈ નોકરી મળી ન હતી તેમજ પૈસા પણ પરત આવ્યા ન હતા.

તેણે પ્રવિણ સોલંકીને ફોન કરી નોકરી અપાવવા અથવા પૈસા પરત આપી દેવા કહેતો હતો ત્યારે આ શખ્સ મોબાઈલમાં આર્મીના બોગસ કાર્ડ મોકલી જો ફરિયાદ કરીશ તો તને તકલીફ પડી જશે એવી ધમકી આપતો હતો.

આખરે દિવ્યેશ ભૂતિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસે આ મામલે નકલી કેપ્ટન પ્રવિણ સોલંકી સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, દિવ્યેશ ભૂતિયાની ફરિયાદના આધારે નકલી આર્મી કેપ્ટન પ્રવિણ ધીરૂ સોલંકીની બાવા પીપળીયાથી ધરપકડ કરવામાં આવી છે.

તેની પાસેથી બોગસ એનએસએનું કાર્ડ, આર્મીની કેન્ટીનનું નકલી  સ્માર્ટ કાર્ડ, મોબાઈલ ફોન તથા કેપ્ટન રેન્કનો યુનિફોર્મ કબ્જે કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાંથી થોડા સમય પહેલા નકલી પોલીસ, નકલી પીએ તેમજ રાજ્યમાં નકલી સચિવ સહિતનાઓ પકડાયા હતા ત્યાં નકલી આર્મી કેપ્ટન પણ પકડાયો છે ત્યારે આ બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment