બે મહિલાઓના આગમાં ગૂંગળામણના કારણે મોત , સુરતના સીટીલાઈટ એરિયાના ફોરચુન મોલમાં આગ , જુઓ વિસ્તૃત અહેવાલ
સિટી લાઇટ એરિયામાં આજે જિમ 11 નામના જિમમાં આગ લાગી હતી,તેના અંદરના દ્રશ્યો ઘટનાસ્થળ પર હાજર ફાયર ઓફિસર ક્રિષ્નાએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સીટીલાઈટ એરિયાના ફોરચુન મોલમાં ટોપ ફ્લોર પર જીમ અને સ્પા છે, જેમાં આગ લાગી હતી.
હાલ 10-12 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે આગ ઠારવાની કામગીરી કરી રહી છે.
બે લોકો આગમાં ગૂંગળામણના કારણે મૃત્યુ પામ્યા છે.
હાલ બે મહિલાઓના મૃતદેહ અમે ઘટનાસ્થળેથી રિકવર કર્યા છે.
હાલ આગ કઈ રીતે લાગી તેનું કારણ તો જાણવા મળ્યું નથી.
સિટી લાઇટ એરિયામાં આજે જિમ 11 નામના જિમમાં આગ લાગી હતી,તેના અંદરના દ્રશ્યો
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh