કેનેડા અને બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલી વધતા ભડક્યું ભારત, બંને દેશોને આપી ચેતવણી
કેનેડા અને બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલ પરિસ્થિતિને લઈને ભારત બંને દેશ પર ભડક્યું છે અને ભારતે બંને દેશોને ચેતવણી આપી છે, ત્યારે ભારતે બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સુરક્ષા મામલે કડક પગલા લેવા અપીલ કરી છે.
જેને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે મીડિયાને જાણકારી આપી હતી.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં સાંપ્રદાયિક હિંસાની ઘટના સામે આવી હતી.
આ પછી ત્યાંનું પ્રશાસન હિંદુ લઘુમતીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા.
કેનેડામાં હિંદુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી
કેનેડામાં હિંદુ મંદિર પર હુમલાને ઘટનાને લઈને રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે બ્રેમ્પટનમાં મંદિર પરના હુમલાની નિંદા કરીએ છીએ.
અમે કેનેડિયન સરકારને પણ આ મામલે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે કે, સમગ્ર ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
અમને આશા છે કે, કેનેડિયન સરકાર યોગ્ય કાર્યવાહી કરશે.
કેનેડામાં હિંદુઓને જરૂરી સુરક્ષા મળી રહી નથી, જે ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે, અમારી પાસે કેનેડામાં પ્રવાસ કરનારો એક મોટો વર્ગ છે.
જેમની સુરક્ષાને લઈને અમે પ્રતિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ નક્કર નિર્ણયો લઈશું.
ભારતે અફઘાનિસ્તાનમાં વેપારી સમુદાયને ઈરાનમાં ચાબહાર પોર્ટનો ઉપયોગ કરવાની ઓફર કરી છે.
જ્યારે ભારત-અમેરિકાના સંબંધોને લઈને રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત-અમેરિકા ભાગીદારી ખૂબ જ વિશેષ અને બહુપરીમાણીય ભાગીદારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી હતી.
અગાઉ તેમણે ‘X’ પર અભિનંદન સંદેશ પણ મોકલ્યો હતો.
વડાપ્રધાન મોદીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને કહ્યું કે, અમે ખૂબ નજીકથી કામ કરવા આતુર છીએ, ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh