Explore

Search
Close this search box.

Search

December 13, 2024 5:29 am

LATEST NEWS
Lifestyle

‘મને જીતાડશો તો કન્યા શોધી કુંવારાઓના લગ્ન કરાવીશ…’ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું ચૂંટણી વચન

Facebook
Twitter
WhatsApp
Email

‘મને જીતાડશો તો કન્યા શોધી કુંવારાઓના લગ્ન કરાવીશ…’ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું ચૂંટણી વચન

  • અપરણીત યુવકોને લગ્ન કરાવી આપવાનું વચન આપતા આશ્ચર્ય
  • રોજગાર અને શિક્ષણથી આગળ વધીને દુલ્હન લાવવા સુધીના ચુંટણી વચનો

છોકરા અને છોકરીઓ વચ્ચે વધતી જતી અસમાનતાના પગલે અનેક યોગ્ય યુવકો લગ્નથી વંચિત રહી જાય છે. વિવિધ સમુદાયો અને જાતિઓમાં વહેંચાયેલા ભારત દેશના તમામ માનવ સમૂહો ઓછાવત્તા પ્રમાણમાં આ વિષમ સામાજિક પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. આવા સમયે એક મહારાષ્ટ્રના ચુંટણી પ્રચારમાં એક નેતાએ અપરણીત યુવકોને લગ્ન કરાવી આપવાનું વચન આપતા આશ્ચર્ય સર્જાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ રાજયના બીડ જિલ્લાના પરલીથી ચુંટણી લડતા રાજેસાહેબ દેશમુખને ચુંટણી પ્રચાર દરમિયાન કેટલાક ગામોમાં લાયક મુરતિયાને કન્યા ના મળતી હોવાની લોકોએ સમસ્યા જણાવી હતી. આ અંગે જો લોકો જીતાડશે તો યુવકોને પત્ની પણ લાવી આપવામાં આવશે એવું નિવેદન કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો વિધાયક બનીશ તો કુંવારાનો વિવાહ કરાવીશ. યુવાઓને રોજગાર પણ આપીશ. બીજા પણ કેટલાક ચુંટણી વચનો આપે છે પરંતુ નેતાએ કુંવારાના લગ્નનું વચન એટલે કે દુલ્હન લાવી આપવાની વાતથી રમૂજ ફેલાઇ છે.

પરલી વિધાનસભામાં વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં કૃષિમંત્રી ધનંજય મુંડે ચુંટણી લડી રહયા છે. તેમના પ્રતિ સ્પર્ધી તરીકે દેશમુખ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.સામાન્ય રીતે ચુંટણી દરમિયાન વચનોની લ્હાણી થતી હોય છે. કેટલાક પુરા પણ કરવામાં આવતા હોય છે અને કેટલાકને જુમલો ગણીને ઉપહાસ કરવામાં આવતો હોય છે. યુવકોને લગ્ન માટે કન્યા લાવી આપવાનું નિવેદન સાવ જુદા જ પ્રકારનું છે.

ઘણા નેતાઓને અપરણીત યુવાઓ અંગે રજૂઆત થતી હોય છે એ સમયે ઉમેદવારો મૌન થઇ જતા હોય છે કારણ કે  ભારતીય સમાજ વ્યવસ્થામાં દરેકની સામાજિક પરિસ્થિતિ જુદી જુદી હોય છે આવા સંજોગોમાં તેમની પાસે સમસ્યા સાંભળવા ઉપરાંત બીજો કોઇ ઉપાય હોતો નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહયા છે પરંતુ આવું વચન અગાઉ કોઇ નેતાએ કદાંચ આપ્યું નહી હોય એવી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment