સુરતમાં જ્યારથી વરિવાવી બજાર બંધ થઈ છે. ત્યારે અલગ અલગ ઓઠા તળે ગેરકાયદે દેહવ્યાપારના ધંધા ધમધમી રહ્યાં છે. ત્યારે સરથાણામાં વજચોક પાસે ઈમ્પેરીયા બિલ્ડિંગમાં પહેલા માળે ધ હાર્ટ સેલિબ્રેશન એન્ડ ફુડ કાફેમાં 500 રૂપિયામાં ચાલતા સેક્સરેકેટનો પર્દોફાશ કર્યો છે.
રેડ કરી વેપલો ઝડપો
પોલીસે દેહવ્યાપારનો ધંધો કરતા ગ્રાહક અને દલાલ સહિત 2 જણાને સરથાણા પોલીસે પકડી પાડયા છે. જયારે માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. 6 તારીખે બપોરે સરથાણા પોલીસે બાતમીને આધારે સરથાણામાં વજચોક પાસે ઈમ્પેરીયા બિલ્ડિંગમાં પહેલા માળે ધ હાર્ટ સેલીબ્રેશન એન્ડ ફુડ કાફેમાં રેડ કરી હતી.
યુવક-યુવતી કઢંગી હાલતમાં મળ્યા
આ દરમિયાન કાફેમાં બે કેબીન બનાવેલી હતી. જેમાં પોલીસે ચેક કરતા એક યુવક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહક પંકજ બાવડફાડને પકડી પાડયો હતો. જયારે અન્ય એક ગ્રાહક કેબીનમાં હતો. જો કે તે એકલો બેઠો હતો. વધુમાં મહિલાની પોલીસે પૂછપરછ કરી જેમાં તેણે સ્પાના માલિક ધર્મેશ શિરોયા છે.
મસાજ પાર્લરના નામે ગોરખધંધો
મસાજ પાર્લરના નામે ગોરખધંધો ચાલતો હતો. સરથાણા પોલીસે સ્પામાં કામ કરતા દલાલ વિપુલ મનસુખ સાવલીયા અને ગ્રાહક પકંજ જેરામ બાવડફાડની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. જયારે સ્પાના માલિક ધર્મેશ ઉર્ફે લંબુ જયસુખ શીરોયાને વોન્ટેડ જાહેર કર્યો છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh