અંબાજીમાં સામુહિક દુષ્કર્મનો કેસ, ૬ આરોપીઓ પોલીસ પકડથી દૂર
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં પણ દુષ્કર્મની ઘટના બની છે. અંબાજીમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ધટના બની છે. 15 વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા મોટા પિતા ના ઘરે જવા નીકળી હતી.
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે.
6 આરોપીઓ પોલીસ પકડથી દૂર
સગીરાને ઓળખીતો શખ્સ ઘોડા ટાંકણીનો તેણીને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. છાપરી રોડની બાજુ ઝાડીમાં લઈ જઈ 6 નરાધમોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું છે. સગીરા અર્ધ બેભાન થતા છોડીને ફરાર થયા હતા. સગીરની માતાએ અંબાજી મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. જો કે તમામ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આરોપી લાલા પરમારના પોલીસે પોસ્ટર લગાવ્યા છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા આકરા પ્રહાર
સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યમાં હાલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. રાજ્યના ગૃહ પ્રધાનને કાયદો વ્યવસ્થા સુધારવાની જરૂર છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના ખૂબ જ દુઃખદાય છે.
તો બીજી તરફ બનાસકાંઠાના જિલ્લા ભાજપ પ્રમુખે દુષ્કર્મની ઘટનાને વોખડીને ગેનીબેન ઠાકોરના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે આ પ્રકારની ઘટનામાં રાજ્ય સરકારનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. ભૂતકાળમાં પણ દુષ્કર્મના આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ છે અને આ કેસમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh