અમદાવાદમાં કોલ્ડપલે નો અત્યાર સુધીનો સૌથી મોટો શૉ યોજાશે, ૧૬ નવેમ્બરેથી ટિકિટનું વેચાણ
દેશભરમાં કોલ્ડપ્લેનું નામ ચર્ચાઈ રહ્યું છે. કોલ્ડપ્લેએ તેમના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે સપ્ટેમબર મહિનામાં મુંબઈમાં ત્રણ શૉ યોજાયા હતા. તે સમયે અમદાવાદમાં કોન્સર્ટની અફવા પણ ઉડી હતી, જે હવે સાચી પડી છે. આ બ્રિટીશ રોક બેન્ડે અમદાવાદમાં તેના ચોથા શૉની જાહેરાત કરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો શૉ 25 જાન્યુઆરી, 2025ના રોજ યોજાવાનો છે. કોલ્ડપ્લે શૉની ટિકિટો 16 નવેમ્બરે રાત્રે 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે.
લોકો જેની પાછળ ક્રેઝી છે તે કોલ્ડપ્લે શું છે?
કોલ્ડપ્લે એ બ્રિટિશ પોપ રોક બેન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન (ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ (ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન (ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે.
લગભગ 9 વર્ષ બાદ આ બેન્ડ ભારતમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. આ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ જોવા લોકોમાં ટિકિટ માટે પડાપડી કરી રહ્યા. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેના ભાગ રૂપે 18 અને 19 જાન્યુઆરીએ આ બેન્ડ મુંબઈમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. પરંતુ લોકોની ટિકિટમાં ડિમાન્ડ વધતા 21મી જાન્યુઆરીએ પણ શૉ યોજવામાં આવશે. તેમજ હવે 25 જાન્યુઆરી અમદાવાદમાં પણ કોન્સર્ટ કરવામાં આવશે.
ટિકિટ માટે લોકોની પડાપડી
કોલ્ડપ્લે બેન્ડના શૉની શરૂઆતમાં ટિકિટની કિંમત રૂ. 2,500થી રૂ. 12,500ની વચ્ચે રહેશે. જેમાં – અપર સ્ટેન્ડની ટિકિટ રૂ. 2,500 થી લઈને રૂ. 6,500
– લોઅર સ્ટેન્ડની ટિકિટ રૂ. 3,000 થી લઈને રૂ. 9,500
– સ્ટેન્ડિંગ ફ્લોરની ટિકિટ રૂ. 6,450
– સાઉથ પ્રીમિયમની ટિકિટ રૂ.12,500 રહેશે.
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
ક્રિસ માર્ટિન અને જોની બક્લેન્ડ દ્વારા 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી, ક્રિસ અને જોનીએ સાથે પરફોર્મ કરવાનું શરૂ કર્યું, તે સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારબાદ બેરીમેનની મુલાકાત આ બંને સાથે થઈ અને તે પણ આ બંને સાથે જોડાયો અને બેન્ડનું નામ ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ બાદમાં બેન્ડનું નામ બદલીને ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું.
બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી, તેણે વર્ષ 2000 માં ‘પેરાશુટ્સ’ નામનો તેનો પહેલું આલ્બમ રીલિઝ કર્યું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. ભારતમાં કોલ્ડપ્લેનું પહેલું પરફોર્મન્સ વર્ષ 2016માં થયું હતું.
કોલ્ડપ્લેનું ભારત સાથે વિશેષ કનેક્શન
વર્ષ 2016માં રોક બેન્ડ કોલ્ડપ્લે દ્વારા ‘હિમ ફોર ધ વીકએન્ડ’ વીડિયો રીલિઝ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સોનમ કપૂર થોડી સેકન્ડ માટે જ દેખાઈ હતી પરંતુ તેની હાજરીને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. કોલ્ડપ્લેના આ વીડિયોમાં ભારતની વિવિધતાના રંગો જોઈ શકાય છે. જેમાં ભારતીય જીવનશૈલી, ઐતિહાસિક ઈમારતો, હોળીનો તહેવાર જેવી બાબતો બતાવવામાં આવી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh