બોમ્બની ધમકીઃ રાયપુરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, નાગપુરથી કોલકાતા જઈ રહ્યું હતું પ્લેન, મુસાફરોમાં ગભરાટનો માહોલ , નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ બોમ્બની આશંકા ને કારણે રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E812નું બોમ્બની આશંકાને કારણે રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
તમામ 187 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને સંપૂર્ણ તપાસ માટે ઉતારવામાં આવ્યા હતા.
છત્તીસગઢના રાયપુરમાં બોમ્બની ધમકી બાદ નાગપુરથી કોલકાતા જઈ રહેલા પ્લેનનું રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરપોર્ટ પર વિમાનની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે. એસએસપી સંતોષ સિંહે આ જાણકારી આપી છે.
રાયપુર, છત્તીસગઢ: બોમ્બની ધમકીને પગલે નાગપુરથી કોલકાતા જતી ફ્લાઈટનું રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે: એસએસપી સંતોષ સિંહ
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh