વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોમાં અનેેરો ઉત્સાહ… ‘80% થી વધુ મતદાન થશે’- ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા: આજરોજ વાવ વિધાનસભાના ચુંટણીના મતદાનનો દિવસ છે, પરિણામે અહીંના મતદારોમાં સવારથી જ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું અને મતદારો સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત અસાણા ગામ ખાતે ઇવીએમ મશીન ખોરવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે તે જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.
ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ રહ્યા છે: અસાણા ગામમાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે બીજી બાજુ વાવ તાલુકાના ટડાવ, ઢીમા ચોથાનેસડા જેવા ગામોમાં સવારથી જ મતદારો લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા. જો કે આ ત્રીપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તે તો આવનારો સમય બતાવશે, પરંતુ આજે ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ રહ્યા છે.
માવજી પટેલે પોતાના જીતની આશા વ્યક્ત કરી : વાવ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ ઢીમા ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ધરણીધર ભગવાનના દર્શન કર્યા હતા. જ્યારે મંદિરના પૂજારી પાસેથી માવજીભાઈ પટેલે આશિર્વાદ મેળવ્યા હતા. ધરણીધર ભગવાનના દર્શન બાદ તેમને ઢીમણનાગના દર્શન કર્યા હતા. દર્શન બાદ માવજીભાઈ પટેલે પોતાના જીતની આશા વ્યક્ત કરી હતી.
ભાજપના ઉમેદવાર મતદાન મથકે પહોંચ્યા: તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ મતદાન મથકે પહોંચ્યા હતા. બીયોક ગામમાં આવેલ મતદાન મથકે પહોંચ્યા તેમને બાદ મતદાન કર્યું હતું. અહીં ભાભરના જુના પ્રાથમિક પેટા શાળામાં મતદારોની લાંબી લાઈનો લાગી હતી. મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચ્યા હતા. ભાભર જુના વિસ્તારના મહિલા-પુરુષ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, બુથ સંવેદનશીલ હોવાથી પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. મહાટવાની બાબત એ છે કે, આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા પહોંચી રહી છે.
80% થી વધુ મતદાન થશે: બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાસણા ખાતે આવેલ રાજનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. અહીં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ગેનીબેન પહોંચ્યા હતા. ઉપરાંત અહીં મતદાન મથક પર 80% થી વધુ મતદાન થશે તેવી આશા ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવિધ 192 મતદાન મથક કેન્દ્ર પર સવારમાં સાત વાગેથી લઈને 11 વાગ્યા સુધી 24.39% મતદાન થયું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh