Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:02 am

LATEST NEWS
Lifestyle

ગુજરાતના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપાઈ , એટીએસ-એનસીબી અને નેવીની સંયુક્ત કાર્યવાહી

Facebook
Twitter
WhatsApp
Email

ગુજરાતના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપાઈ , એટીએસ-એનસીબી અને નેવીની સંયુક્ત કાર્યવાહી

Porbandar : રાજ્યમાંથી અવારનવાર દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવખત મધદરિયેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી જવા પામી છે. ગુજરાત ATS, NCB અને નેવીનું સંયુક્ત ઓપરેશન દ્રારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, ડ્રગ્સ સાથે ઇરાની બોટ પોરબંદર લાવવામાં આવશે.

ગુજરાતના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપાઈ , એટીએસ-એનસીબી અને નેવીની સંયુક્ત કાર્યવાહી

મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી ફરી એકવાર 4 હજાર કરોડથી વધુનું ડ્રગ ઝડપાયું છે. પોરબંદરના દરિયા કિનારામાં એનસીબી, એટીએસ અને નેવીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, 700 કિલોથી પણ વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાતા વધુ તપાસ હાથ ધરી છે. 700 કિલો ડ્રગ્સ સાથે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ડ્રગ્સ લઈને ચાબહાર પોર્ટ પરથી બોટ નિકળી હતી. નોંધનીય છે કે, પોરબંદરના દરિયા કિનારામાં ગઈકાલ રાતથી શરૂ થયેલું ઓપરેશન સવારે સફળ થયું છે. હાલ આ આરોપીને SOGને સોંપવામાં આવ્યા છે.

Source 

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment