જાણીતો અભિનેતા પૌરાણિક ફિલ્મમાં ભગવાન પરશુરામની ભૂમિકા ભજવશે, ફેન્સની ઉત્સુકતા વધી
– સ્ત્રીના મેકર્સની પૌરાણિક ફિલ્મનો લૂક જાહેર
– ફિલ્મનું શીર્ષક મહાવતાર હશે, 2026ની નાતાલ વખતે રીલિઝ કરાશે
મુંબઇ : વિક્કી કૌશલ ‘સ્ત્રી ટૂ’ના નિર્માતાઓની પૌરાણિક ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી હતી. હવે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરાઈ છે.
‘મહાવતાર’ નામની આ ફિલ્મમાં વિક્કી કૌશલ ભગવાન પરશુરામનું પાત્ર ભજવશે એવી જાહેરાત કરાઈ છે. તેનો ફર્સ્ટ લૂક પણ પ્રગટ કરી દેવાયો છે.
આ ફિલ્મનું દિગ્દર્શન ‘સ્ત્રી ટૂ’ના જ દિગ્દર્શક અમર કૌશિકનું છે. ફિલ્મ ૨૦૨૬ની નાતાલ સમયે રીલિઝ કરાશે તેવી જાહેરાત હાલ કરાઈ છે. જોકે, ફિલ્મના અન્ય કલાકારોની ઘોષણા હજુ બાકી છે.
વિક્કી કૌશલને અગાઉ અશ્વત્થામાના રોલ માટે પણ સિલેક્ટ કરાયો હતો. આદિત્ય ધર ૩૦૦ કરોડનાં બજેટ સાથે આ ફિલ્મ બનાવવાના હતા. પરંતુ, વિકી કૌશલ પર કોઈ ફાઈનાન્સિઅર આટલો મોટો દાવ ખેલવા તૈયાર ન થતાં આ ફિલ્મ કોરાણે મૂકાઈ ગઈ હતી.
આ સાથે બોલીવૂડમાં ભારતીય પોરાણિક ફિલ્મોના સિલસિલામાં વધુ એકનો ઉમેરો થયો છે. રણબીર કપૂર પણ હાલ ‘રામાયણ’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh