ટીમ ઈન્ડિયાનો ‘હિટમેન’ ફરી બન્યો પિતા, ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલાં જ મળી ગૂડ ન્યૂઝ!
ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ફરી કિલકારી ગુંજી છે. તે બીજી વખત પિતા બન્યો છે. રોહિત શર્માના પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્માને એક પુત્રી પણ છે જેનું નામ સમાયરા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય કેપ્ટનના ઘરે ખુશીઓ આવી ગઈ છે.
ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 22મી નવેમ્બરથી પર્થમાં રમાશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં. પરંતુ હવે તે પિતા બની ગયા છે, એવી અપેક્ષા છે કે તે પર્થ ટેસ્ટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
રોહિત શર્મા હજુ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા નથી. અન્ય ખેલાડીઓ પહોંચી ચૂક્યા છે અને બધાએ પર્થના WACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીજી તરફ રોહિત શર્માની પત્ની રિતિકાએ શુક્રવારે (15મી નવેમ્બર) પુત્રને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં, આશા છે કે તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાઈ શકે છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh